Thursday, November 30, 2023
HomeNationalમોરક્કોમાં મોડી રાત્રે 6.3 તીવ્રતાનો ભૂકંપ, 300થી વધુ લોકોના મોત

મોરક્કોમાં મોડી રાત્રે 6.3 તીવ્રતાનો ભૂકંપ, 300થી વધુ લોકોના મોત

Advertisement
Advertisement

આફ્રિકી દેશ મોરક્કોમાં શુક્રવારે મોડી રાત્રે 6.8ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો ભૂકંપ એટલો ખતરનાક હતો કે અનેક ઇમારતો ધરાશાહી થઇ ગઈ છે તો અને ઓછામાં ઓછા 300 લોકોના મોત થયા છે જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. દેશમાં હાલ રાહત અને બચાવકાર્યની કામગીરી તેજ કરી દેવામાં આવી છે,

આ પહેલા તુર્કીયેમાં પણ આવો જ એક વિનાશકારી ભૂકંપ 6 ફેબ્રુઆરી 2023ના રોજ આવ્યો હતો, જેમાં 45 હજારથી વધુ લોકોના મોત થયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કિયેનું ગાઝિઆન્ટેપ હતું.

ઘટનાની જાણ થતા દેશ દુનિયાના વડાપ્રધાન રાષ્ટ્રપતિ તેમજ અગ્રણીઓએ ભૂકંપની ઘટનાઅંગે દુખ વ્યક્ત કરી મૃતકોને શ્રધ્ધાંજલી આપી છે ભારત તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરક્કોમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મૃત્યુ પામનાર લોકોના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તેમણે પોતાના સોશ્યલ મીડિયા સાઈટ પર લખ્યું હતું કે મોરક્કોમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનથી ખુબ જ દુ:ખ થયું છે. આ દુ:ખના સમયે મારી સંવેદના મોરક્કોના તે લોકો સાથે છે જેના તેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ભારત આ મુશ્કેલ સમયમાં શક્ય તમામ પ્રકારની મદદ કરવાની તૈયારી દર્શાવી છે.



ભારતીય સમય અનુસાર આજે વહેલી સવારે 3.41 વાગ્યાની આસપાસ આ ભૂકંપ આવ્યો હતો. USGS અનુસાર આ 120 વર્ષોમાં ઉત્તરી આફ્રિકામાં સૌથી શક્તિશાળી ભૂકંપ છે. USGSએ જણાવ્યુ હતું કે વર્ષ 1900 બાદ આ એરિયાના 500 કિમી ક્ષેત્રમાં કોઈપણ એમ 6 લેવલ અથવા તેનાથી મોટો ભૂકંપ આવ્યો નથી. અહી એમ 5 લેવલનો ભૂકંપ જ નોંધાયો છે. મારાકેશ શહેરના એક રહેવાસીએ જણાવ્યુ હતું કે ભૂકંપના કારણે અનેક ઈમારત ધરાશાયી થઈ છે. હાલ વિનાશક ભૂકંપને કારણે લોકમાં ભયનો માહોલ છે. આ ભયાનક ભૂકંપની તસવીર અને વીડિયો સામે આવી રહ્યા છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW