દિન પ્રતિદિન વિકસી રહેલા મોરબી શહેરમાં ટ્રાફીક જામ અને તેના કારણે ઇંધણનો વધુ વપરાશ પરિણામે આર્થિક બોજો વધી રહ્યા છે ત્યારે આ સમસ્યા સામે મુક્તિ આપવા પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ સૌથી ઉપયોગી સેવા છે પરંતુ મોરબી શહેરમાં આં સેવા કોઈના કોઈ કારણસર સફળ થઈ શકી નથી ભૂતકાળમાં પાલિકા દ્વારા પોતાના સંચાલિત સિટી બસ સેવાનો પ્રારંભ કર્યો પરંતુ ખર્ચ વધી જતાં ખાનગી એજન્સીને સોંપી દેવાયો હતો દોઢ વર્ષ પહેલાં પાલિકા દ્વારા ખાનગી એજન્સી ને સિટી બસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જોકે પાલિકામાં વહીવટદાર શાસન આવ્યું અને વહીવટદાર દ્વારા પાલિકા પાસે સિટી બસનો ખર્ચ ઉઠવાનું કારણ. આપી સેવા તાત્કાલિક અસરથી બંધ કરી દીધી હતી
ચાર મહિના સુધી આં સેવા બંધ રહ્યા બાદ ફરી વાર ખાનગી એજન્સી અને પાલિકા વહીવટદાર વચ્ચે બેઠકનો દૌર શરૂ થયો અને ૧ સપ્ટેબરથી ફરી સિટીબસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો
મોરબી પાલિકાના સિટી બસ સ્ટેશન થી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારિયા, ભાજપ મહામંત્રી ભાવેશ કંજારિયા તેમજ પાલિકાના અધિકારી કર્મચારી ની હાજરીમાં સવારે ૧૦ વાગ્યે શરૂ કરવી હતી.
આજથી શહેરમાં ૮ ખાનગી એજન્સી ની જયારે ૩ મોરબી પાલિકાની એમ કુલ૧૧ બસ અલગ અલગ રૂટથી શરૂ કરવામાં આવી છે.જેમાં લજાઈ, ઘુંટું,રફાળેશ્વર ધરમ પુર તેમજ શહેરી વિસ્તારમાં દર અડધી કલાક એમ રૂટ શરૂ કરવામાં આવ્યા છે. હાલ શહેરી વિસ્તારમાં લોકોને રું ૫ ભાડું જ્યારે રું ઇન્ડસ્ટ્રી અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૦ રૂપિયા ભાડું નકકી કરવામાં આવ્યું છે.મોરબીમાં રિક્ષા ચાલકો અને અન્ય પેસેન્જર વાહન ચાલકો તગડું ભાડું વસૂલ કરતા હોય જેના કારણે લોકોને ખિસ્સામાં બોજો પડતો હોય હવે પાલિકા દ્વારા ફરી એકવાર આં સેવા શરૂ કરવામાં આવતા લોકોને લાભ થશે.પ્રથમ દિવસે સિટી બસનો૮૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો અને રું.૭૦૦૦ થી વધુની આવક થઈ હતી.રાજ્ય સરકાર દ્વારા સિટી બસ સેવા સારી રીતે ચલાવી શકાય તે માટે આર્થિક સહાય આપવાનું પણ કોન્ટ્રાકટર વિરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું.

