મોરબી જિલ્લા પંચાયત તેમજ પાંચેય તાલુકા પંચાયતના હાલના હોદેદારોની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા હવે નવા હોદ્દેદારો ની નિમણુક કરવાની પ્રકિયા શરુ થઇ ગઈ છે ત્યારે આજે મોરબી જિલ્લાની જિલ્લા પંચાયત તેમજ પાંચેય તાલુકા પંચાયતના નવા પ્રમુખ ઉપ પ્રમુખ તેમજ કારોબારી સમિતિના હોદેદારો માટે આજે સર્કીટ હાઉસ ખાતે ભાજપનાપ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, ભાજપ આગેવાન ચંદ્રશેખર દવે, નિમુબેન બાંભણીયા સહિતના નેતાઓ દ્વારા સેન્સ લેવાઈ રહી છે
જેમાં ચુટાયેલા સદસ્યો દ્વારા વિવિધ હોદા માટે પોતાનો દાવો મજબુત કર્યો હતો. રીઝર્વ બેઠક પર એક- બે જેટલા જ દાવેદાર હોવાથી આ નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે પરંતુ જનરલ સીટ પર તેમાં પણ પુરૂષ સીટ માટે દાવેદારની સંખ્યા વધારે હોવાથી તેના નામો પર મોવડી મંડળને વધારે કસરત કરવી પડે તેવી સંભાવના છે
આજે મોરબી જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતના હોદેદારો ના નામ એકત્ર કરી પક્ષ દ્વારા ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે અને તેના આધારે આગળ નિર્ણય આવશે


