હળવદ શહેરમાં રહેતા એક ૮ વર્ષના બાળકને તેના વિસ્તારમાં જ રહેતા અક્ષય રમેશભાઈ કોળી 19 વર્ષીય શખ્સ ગત બુધવારે સાંજના સમયે તેની પાસે નવા બુટ અને કપડા હોવાની લાલચ આપી પોતાની સાથે લઇ ગયા હતા. બાદમાં અવાવરું જગ્યાએ લઇ ગયા હતા જ્યાંથી તેની સાથે પ્રથમ શારીરિક અડપલા કર્યા હતા. તેમજ ગુદાના બ ભાગે આંગળા નાખી ગંભીર ઈજા પહોચાડી હતી તેમજ તેની સૃષ્ટી વિરુદ્ધ્ નું કૃત્ય આચર્યું હતું.
ઘટના બાદ બાળકને ગંભીર ઈજા પહોચતા શરીરમાં અસહ્ય દુખાવો ઉપડતા પરીવાર ને જાણ કરતા સારવાર અર્થે પ્રથમ હળવદ બાદ વધુ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સગીરનું નિવેદન લઈ ગુન્હો નોધવા તજવીજ હાથ ધરી હતી

