HomeGujaratમોરબીમાં ટ્રાફિકથી ધમધમતા એસપી રોડથી બાયપાસ સુધી ઓવર બ્રીજ બનાવવા સીએમને રજૂઆત 

મોરબીમાં ટ્રાફિકથી ધમધમતા એસપી રોડથી બાયપાસ સુધી ઓવર બ્રીજ બનાવવા સીએમને રજૂઆત 

મોરબીના શહેર ના ટ્રાફિકથી ધમધમતા  સરદાર પટેલ રોડથી બાયપાસ સુધીના  ફ્લાય ઓવર બ્રીજ  મંજુર કરી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવા માટે ઓવરબ્રિજ બનાવવાની મોરબીના કોંગી અગ્રણી અને ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્સ એસો ના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ મુખ્યમંત્રીને રજુઆત  કરી છે .
 મોરબી બાયપાસથી રફાળેશ્વર નેશનલ હાઇવેને જોડતો જે રોડ આવેલ છે તે રોડ પર મોરબીમાં બનાવામાં આવેલ એસ.પી. રોડથી બાય પાસ સુધી દરરોજ સવારે તેમજ  સાંજે ટ્રાફિક થાય છે અને લોકોને પોતાના નિર્ધારિત  સ્થળે પહોચતા એક કલાક જેટલો વધારે સમય લાગે છે. સવારમાં સ્કુલે જતા બાળકો પોતાની સ્કુલે મોડા પહોચે છે. તો કોઈ બીમાર માણસને પણ હોસ્પિટલ પહોચતા વાર લાગે છે.  આં સમસ્યા નું નિવારણ કરવું ખુબજ જરૂરી છે તો આ માટે મોરબી બાયપાસથી એસ.પી. રોડ સુધીનો એક મોટો ઓવેરબ્રીજ બનાવવામાં જો આવે તો આ સમસ્યાનું નિવારણ કાયમી ધોરણે થશે તેવી માંગ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW