મોરબીના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા તા. ૩૦ ઓગસ્ટના રોજ સવારે ૯ કલાકે માલવણ પહોંચશે જ્યાં તેઓ પાણીના બગાડ અને વેડફાટ અંગે માહિતી મેળવી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળે તે માટે જરૂરી સૂચનાઓ આપશે
ચાલુ વર્ષે મેઘરાજાએ માંગ્યા મેહ વરસાવી ખેડૂતોને રાજી કર્યા હતા જોકે બાદમાં વરસાદ ખેંચાયો છે ત્યારે સરકારે ખરીફ પાક સફળ બનવવા નર્મદા યોજના દ્વારા લાભાર્થી ખેડૂતોને કેનાલ દ્વારા પાણી આપવા માટે પુરતું પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ નર્મદા યોજનાની માળિયા, ધ્રાંગધ્રા અને મોરબી બ્રાંચ કેનાલમાં ઢાંકીથી છેવાડાના ગામો સુધી પાણી પહોંચતું નથી ક્યાં અને શા માટે પાણીનો બગાડ કે વેડફાટ થાય છે તેની જાત માહિતી મેળવવા માટે ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા તા. ૩૦ ના રોજ સવારે ૯ કલાકે માલવણ પહોંચશે અને કેનાલના રસ્તે આગળ વધત કેનાલના છેવાડા સુધી જશે

