હળવદ તાલુકામાં અવાર નવાર દેશી અને વિદેશી દારૂ પકડાય છે. જોકે નાના બાળકોના શિક્ષણના પ્રથમ પગથીયા એવા આંગણવાડીમાંથી પણ દારૂ મળે તો નવાઈ લાગે આવી જ નવાઈ પમાડે તેવી ઘટના હળવદ તાલુકાના માથક ગામમાં બની હતું મળતી માહિતી મુજબ માથક ગામના ઝાંપા પાસે આવેલી આંગણવાડીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો છે. મળતી માહિતી અનુસાર આંગણવાડીના સંચાલક સવારે આંગણવાડી ખાતે આવ્યા ત્યારે તેમને આંગણવાડીના બાથરૂમને તાળુ જોતા શંકા ગઈ હતી. જેથી તેમને ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી બાદમાં ગ્રામજનોએ આંગણવાડીનું તાળુ તોડી જોતા 11 પેટી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે દારૂના જથ્થાને હળવદ કબજે કરી અજાણ્યા શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ દારૂ કોણે છૂપાવ્યો છે. એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.