દેશભરમાં 45 અલગ અલગ સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે યુવાનો માટે નવા રસ્તા ખોલવા માટે અર્ધલશ્કરી દળોની ભરતી પ્રક્રિયામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.પીએમએ કહ્યું હતુ કે અર્ધલશ્કરી દળોમાં ભરતી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવામાં આવી છે જેથી ભરતીની પ્રકિયા ઝડપી બની છે અને યુવાનો માટે નોકરીની તકો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ઓટોમોબાઈલ, ફાર્મા ક્ષેત્રો ખૂબ જ ઝડપથી વિકસી રહ્યાં છે અને આવનારા દિવસોમાં નોકરીની વિશાળ તકો ઊભી કરશે.
તેમણે દાવો કર્યો હતો કે ભારત આ દાયકામાં વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાંની એક બની જશે. પીએમ મોદીએ કહ્યું, “જ્યારે હું ગેરંટી આપું છું, ત્યારે તે હું કરું છું અને તેની સંપૂર્ણ જવાબદારી મારી રહશે .” ખીલતી અર્થવ્યવસ્થા માટે તમામ ક્ષેત્રોના મહત્વ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું, “ફૂડથી લઈને ફાર્મા સુધી, અવકાશથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધી, કોઈપણ અર્થતંત્ર માટે તમામ ક્ષેત્રોનો વિકાસ જરૂરી છે.”
બેન્કિંગ સેક્ટરમાં સુધારા કરવા અને તેને સામાન્ય લોકો માટે વધુ ઉપલબ્ધ બનાવવાના નિર્ણયો પર પીએમ મોદીએ જણાવ્યું કે જન ધન યોજનાને નવ વર્ષ પૂર્ણ થયા.તેમણે કહ્યું કે આ યોજનાએ રોજગાર સર્જનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.