મોરબી જીલ્લામાં ચાલુ વર્ષમાં ચોમાસું સમયસર બેસી જતા સારો એવો વરસાદ થતા ખેડૂતોએ વાવણી કરી દીધી હતી જિલ્લામાં ૩.૨૫ લાખ હેકટરમાં વાવેતર થયું હતું ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં પણ સારો એવો વરસાદ થયા બાદ ઓગસ્ટ મહિનો કોરો કટ્ટ રહ્યો હતો જેના કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઉભા ચોમાસુ પાકને સિંચાઈની જરૂરિયાત ઉભી થવા લાગી છે.જેના કારણે ખેડૂતો પોતાના પાક ને બચાવવા મથી રહ્યા છે જે ખેડૂતો પાસે સિંચાઈની સગવડ છે તેઓ હાલ જેમ તેમ કરી પિયત આપી રહ્યા છે પરંતુ હજુ કેટલાય ગામ એવા છે જ્યાં પાણીની સુવિધા નથી. ત્યારે હવે જે ગામડા સુધી મચ્છુ 2 ડેમ ની કેનાલ પહોચી ચુકી છે તેવા ગામડામાં વહેલી તકે સિંચાઈનું પાણી છોડવાની માંગણી થવાલાગી છે ત્યારે મોરબી તાલુકાના બિલિયા ગ્રામ પંચાયતના વહીવટદારે આ મુદે મચ્છુ 2 સિંચાઈ યોજનાના કાર્યપાલક ઈજનેરને પત્ર લખી વહેલી તકે મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી માંગણી કરી છે,

