મોરબીમાં મોટા પાયે ખનીજ ચોરીની ફરિયાદ ઉઠતી રહે છે.અવાર-નવાર ફરિયાદ મળતી રહે છે અને આ અંગે કાર્યવાહી કરવા માંગણી પણ ઉઠતી રહે છે અલગ અલગ જગ્યાએથી આવેલી અનેક રજૂઆત બાદ આજે મોરબી ખાણ ખનીજ અધિકારી જગદીશ વાઢેર અને તેની ટીમ દ્વારા હળવદ તાલુકાના દિઘ ડી યા ગામે અચાનક ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી અને રોડ પરથી આડેધડ કોઈ પણ પ્રકારની મંજુરી વિના ગેરકાયદેસર સફેદ માટીના વહન કરતા 5 ડમ્પરો અને 1 ડમ્પરને પકડી પાડ્યા હતા બાદ તમામ પકળાયેલ આ 6 જેટલા ડમ્પર હળવદ પોલીસ સ્ટેશન ખાતે સિઝ કરી રાખવામાં આવેલ છે અને અંદાજે 1.5 કરોડ નો મુદ્દામાલ કબજે કરી લેવામ આવ્યો હતો. અને ડ્રાઈવર કંડકટર વિરુધ્દ નિયમ મુજબ કાર્યવાહી કરી આ મુદામાલ ક્યાંથી કયા લઇ જતા હોય અને આ મુદામાલ કોનો છે તે અંગે તપાસ હાથ ધરી છે

