HomeGujaratમોરબી જિલ્લામાં વરસાદ ખેંચાયો,3.25 લાખ હેકટર માં ચોમાસુ પાક પર ખતરો, પિયત...

મોરબી જિલ્લામાં વરસાદ ખેંચાયો,3.25 લાખ હેકટર માં ચોમાસુ પાક પર ખતરો, પિયત આપવા તાકીદ 

મોરબી જિલ્લામાં ચાલું વર્ષે મેઘરાજાની પધરામણી સમયસર અને જરૂરિયાત મુજબ થવાના કારણે ચાલુ વર્ષે ચોમાસુ પાકનું વાવેતર સમયસર થઈ શક્યું હતું.જિલ્લામાં 3.25લાખ હેક્ટરમાં વાવેતર થઇ ગયા બાદ હવે મોટાં ભાગના ખેતરમાં પાકનો સારો વિકાસ પણ થયો છે. મગફળી માં ફૂલ અને સુયા બેસવાની કે અવસ્થા પહોંચી ચૂકી છે તો કપાસ પાક પણ સારો એવો વિકસિત થઈ ગયો છે.જિલ્લામાં બે સપ્તાહથી વરસાદના વિરામ ના કારણે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં નીદામણ દૂર કરવાનો ખેડૂતોને સમય મળી ગયો છે. તો હવામાન વિભાગે આગામી એક સપ્તાહ સુધી ભારે કે મધ્યમ પ્રકાર ના વરસાદની કોઈ શક્યતા ન હોવાની આગાહી કરી છે. માત્ર જિલ્લામાં ક્યાંક ક્યાંક છૂટા છવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવના સાથે હવામાન ભેજવાળું વાદળ છાયું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જેના કારણે આગામી દિવસોમાં પાકને પિયતની જરૂરિયાત પડશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને ટપક પદ્ધતિથી કે સ્પ્રિંકલ પદ્ધતિ થી પિયત આપવાની સલાહ આપી છે.

કપાસમાં મોલો મસી ,ગુલાબી ઇયળનો જ્યારે મગફળીમાં સફેદ ફૂગ કે મુંડાનો ઉપદ્રવ વધે તેવી સંભાવના આ ઉપરાંત આગામી દિવસોમાં મગફળી પાકના ક્યાક ક્યાક મુંડા કે સફેદ ફુગની સંભાવના વ્યક્ત કરી છે જેથી મગફળી પાકનું વાવેતર કરનાર ખેડૂતોને સલાહ આપી છે કે આ પાકમાં સરકોસ્પોરા ફૂગ ન લાગે તે માટે ટેબ્યું કોનાઝોલ 18.3 10મીલી દવા 10 લીટર પાણીના મિશ્ર કરી નાખવાની સલાહ આપી છે.સફેદ ફૂગ થી બચવા ટ્રાય કોડમાં 2.5 કિલો પ્રતિ હેક્ટર ગડતીયા દેશી ખાતર અથવા દિવેલાના ખોળ 500 કિલો પ્રતિ હેક્ટરમાં આપવા સલાહ આપી છે

તો કપાસ પાકમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ ન વધે તે માટે હેકટર દીઠ 5થી6 ફેરોમેન ટ્રેપ ગોઠવવા,જે સ્થળે ગુલાબી ઇયળ થી નુકશાન થયું હોય તેવા ફૂલ કે ચપ છોડ થી તોડી જમીનમાં દાટી દેવા કૃષિ તજજ્ઞોની સલાહ મુજબ દવાનો છંટકાવ કરવા કૃષિ સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષી યુનિવર્સિટી તરઘડિયાના કૃષી તજજ્ઞોએ સલાહ આપી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW