HomeGujaratઆરએસએસ અને ભગીની સંસ્થા મોરબી તથા નવસારીની ટીમએ કરી 15મી ઓગસ્ટની અનોખી...

આરએસએસ અને ભગીની સંસ્થા મોરબી તથા નવસારીની ટીમએ કરી 15મી ઓગસ્ટની અનોખી ઉજવણી

સ્વાતંત્ર્ય દિનના પર્વ નિમિતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મોરબી અને નવસારી જિલ્લાની આરએસએસ ની ભગિની સંસ્થા અને મિત્ર મંડળ દ્વારા ડાંગ જીલ્લાના અંતરિયાળ ગામડા માં શાળા માં જઈ અને દરેક બાળક ને મળી ભારત માતા કી જયના નારા લગાવી ઉપરાંત રાષ્ટ્ર ભક્તિ ના ગીત ગવડાવીને અંદાજે 1500 જેટલા પાર્શલ તૈયાર કરી ને દરેક બાળકો ને બટુક ભોજન કરાવ્યુ.
ટીમ બે દિવસ અગાઉ પાર્શલ બનાવી અને નવસારી થી વહેલી સવારે 4 વાગ્યે બે મેટાડોર અને એક અર્ટિગા લઇ ને અંદાઝે 1500 જેટલા ફૂટ પેકેટ વિતરણ કરી રાત્રે 11 વાગ્યે નવસારી પરત પહોચ્યા અને ત્યાર બાદ ટીમ મોરબી પરત પહોચી હતી.
છેલ્લા 10 વર્ષ થી મોરબી અને નવસારીની ટીમ 15 મી ઓગસ્ટ ની અનોખી ઉજવણી કરે છે.દર વર્ષે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ના બાળકો ને બટુક ભોજન કરાવી દિવસ ની ઉજવણી કરે છે.જયારે દેશ આઝાદીના અમૃતકાળની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ ડાંગ જીલ્લાના છેવાળા વિસ્તારોના બાળકો પણ સ્વાતંત્ર્ય દિવસના પર્વની ઉજવણીમાં ભાગ લઇ શકયા માટે સલામ છે આ ગ્રુપના યુવાનોની દેશભક્તિ.
કુદરત ના સાનિધ્ય માં ઉછરી રહેલ બાળકોને બટુક ભોજન કરાવવાનો અનેરો લાભ લીધાનો તમામ મિત્રોને આનંદ હતો.ત્રણ દિવસ ના ઉજાગરા હોવા છતા કોઇ ના ચહેરા પર થાક જેવું નામ હતું નહીં કારણ કે રાષ્ટ્ર સેવાના સૌ ને આનંદ હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW