મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં જેલમાં બંધ 10 આરોપીમાંથી 5 આરોપીને ગુજરાત હાઈ કોર્ટે જામીન આપતા પીડિત પરિવારના એસોસીશયન દ્રારા સુપ્રીમ કોર્ટેમાં અરજી કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટ દ્રારા મોરબી બ્રિજ દુર્ઘટનામાં આરોપીઓને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનને રદ કરવાનો ઇનકાર કર્યો છે.
30 ઓક્ટોબર, 2022ના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં 135 જેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં પોલીસે 10 જેટલા આરોપીની ધરપકડ કરી હતી. એમાં ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલ મુખ્ય આરોપી છે. આ ઉપરાંત ઓરેવા કંપનીના ત્રણ મેનેજર, એક ઝૂલતા બ્રિજ રિપેરમાં સહભાગી સબ-કોન્ટ્રેક્ટર, બે ટિકિટ વેચનાર ક્લાર્ક અને ત્રણ સિક્યોરિટી ગાર્ડનો સમાવેશ થાય છે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે બે આરોપી ક્લાર્કને જામીન આપ્યા હતા, આથી પીડિત પક્ષે આ જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજી ડિસમિસ કરી છે.
ગુજરાત હાઈકોર્ટ અગાઉ આ કેસના 10 આરોપી પૈકી 3 સિક્યોરિટી ગાર્ડ અને 2 ક્લાર્કને જામીન આપી ચૂકી છે. મોરબીમાં મચ્છુ નદી પર આવેલા ઝૂલતો પુલ તૂટવાની ઘટનાના દિવસે બે ક્લાર્ક દ્વારા મોરબી બ્રિજ પર જવા ટિકિટો વેચવામાં આવી હતી. આ બે ક્લાર્ક દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર જજ સમીર દવેની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે બંને આરોપીને પોલીસ-તપાસમાં સહકાર આપવાની શરતે આરોપીઓની જામીન અરજી મંજૂર કરી હતી.ક્લાર્ક મહાદેવ સોલંકી અને મનસુખ ટોપિયા પર સદોષ માનવવધની કલમ હેઠળ ગુનો નોંધાયેલો છે. આ કલમ મૌખિક રીતે ખોટી હોવાનું હાઈકોર્ટે અવલોકન નોંધ્યું હતું. અરજદારના વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે અરજદારે ઓથોરિટીના કહ્યા પ્રમાણે જ ટિકિટ આપી હતી.
મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા દુર્ઘટના સર્જાઇ હતી જેમાં 135 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં પોલીસે 10 આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટનામાં ઓરેવા ગ્રૂપના ચેરમેન જયસુખ પટેલ મુખ્ય આરોપી છે. ગુજરાત હાઇકોર્ટે બે આરોપીને જામીન આપ્યા હતા. પીડિત પક્ષે આ જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી.