મોરબી જિલ્લામાં શ્રાવણ માસ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. અને શ્રાવણ માસ શરૂ થતાં તહેવારોની મોસમ શરૂ થઈ જાય છે.આવા સમયે લોકો ઉપવાસ માટે અલગ અલગ વાનગી ખરીદતા હોય છે તો તહેવાર દરમીયાન મીઠાઈ ,ફરસાણ ની પણ મોટા પાયે ડિમાન્ડ વધી જાય છે અને તેનો લાભ લઈ કેટલાક લેભાગુઓ ફરસાણ અને મીઠાઈ તેમજ અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓ માં ભેળસેડ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે.
સૌથી ગંભીર બાબત એ છે કે મોરબી જિલ્લાની એક પણ પાલિકા નું અલગ થી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કાર્યરત નથી માત્ર જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તેમાં પણ માટે બે ફૂડ ઇન્સ્પેકટરની જ જગ્યા ભરાયેલ છે જેના કારણે ચેકીંગ કામગીરી પુરતા પ્રમાણમાં થઈ શકતી નથી જોકે આગાઉ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકીંગ ડ્રાઇવ હાથ ધરી હતી જેમાં મોટા પાયે ભેળ સેડ સામે આવી છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અગાઉ દ્વારા ચેકીંગ ડ્રાઇવ હાથ ધરી જેમાં જિલ્લાના અલગ અલગ સ્થળોએ ચેકીંગ કરી નમૂના લેવાયા હતા આં. જે સ્થળે નમૂના લેવાયા હતા તેમાં દુઘ બનાવટની આઈટમના 4,નમકીનનાના21,અનાજ કઠોળ ના6 બેકરી પ્રોડક્ટના 5, તેલના 11,મસાલાના 20,તૈયાર ખોરાકના13, પીપરમેંટના 7,મીઠાઈના7, આઇસક્રિમના5,પનીરના4,પેકેજ ડ્રિંકીગ વોટરના 4,ઘી બનાવટના 3 અને કેરીના રસના ત્રણ નમૂના લેવાયા હતાં. જે પૈકી પનીર,.મસાલા,ચટણી, ઘી,કેરીના રસના નમુના ફેઇલ થયા હતા જેમના વિરૂધ્ધ એક્શન લેવાની તજવીજ હાથ ધરી છે તો આ પૂર્વે નમકીન, સોલ્ટ,પનીર,ગોળ,હિંગ,પેકેજ ડ્રીંક ના નમુના ફેલ થયા હતા તે પેઢીને રું3લાખનો દંડ ફટકાર્યો હતો.
ગાંડુંભાઈ મીઠાઈ વાળા મોરબી,ટાઈગર બ્રાન્ડ આયોડાઇસ સોલ્ટ હળવદ,નમસ્કાર બ્રાન્ડ આયોડાઈઝ સોલ્ટ હળવદ, તાજા બ્રાન્ડ સોલ્ટ હળવદ,કાશ્મીર તૂટી ફૂટી રાજકોટ, સાગર ડેરી વાકાંનેર, પાઈનેપલ લસી પાવડર,કેશવ મસાલા, કુળદેવી એન્ટર પ્રાઇઝ મોરબી,લક્ષ્મી કમ્પાઉન્ડેડ હિંગ પાઉડર બરોડા, એકવા પેકેજ ડ્રીંકગ વોટર,સતનામ બે વરેજીસ વાકાનેર,વી લાઈટ પેકેજ ડ્રીકિંગ વોટર, ફૌજી બેવરેજીસ વાકાનેર