ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મોરબી દ્વારા સિરામીક ઉદ્યોગ પર કેમિકલ યુક્ત કચરો મચ્છુ-2માં નાખવામાં આવે છે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને જિલ્લા વહીવટી માં ફરિયાદ કરી હતી
પરંતુ મોરબી સિરામિક ઉદ્યોગના પ્રોસેસમાં જે ઘનકચરો નીકળે છે તે ફરી વખત ટાઇલ્સ બનાવવાની પ્રોસેસમાં વપરાઈ જતો હોય છે. આ ઘન કચરો ફરીથી પ્રોસેસમાં વપરાતો હોવાથી પડતર નીચી આવતી હોવાથી તે પણ એક પ્રકારનું કિંમતી રો મટીરીયલ છે. તેથી આવો ઘનકચરો નદીમાં કે ક્યાંય બહાર ફેંકવો કોઈપણ સિરામિક યૂનીટને પોસાય નહીં. આ ઘન કચરો હાલ બજારમાં વેચાય છે અને ફરીથી ટાઇલ્સ બનાવવા વાપરવા આવે છે. તો જે ફરિયાદ કોંગ્રેસ દ્વારા થઈ છે તે મચ્છુ-2નો કેમિકલ યુક્ત કચરો અમારા સિરામિક ઉદ્યોગનો નથી.સિરામિકના યુનીટો આવા કચરા ક્યાંય પણ નાખતા નથી. સંબંધકર્તાને જાણ થાય કે આ કચરો સિરામિક ઉદ્યોગનો નથી અને આવા તથ્ય વિહોણા આક્ષેપને સિરામિક એસોસિયન વખોડી કાઢે છે