બહુમાળી ઈમારતો માટે સોલાર કન્ટ્રોલ ગ્લાસ બનાવતી યુએસ જાણીતી કંપની મોદી ગાર્ડ ગાર્ડીયનની ગત શુક્રવારના રોજ મોરબી ખાતે રીટેઈલર મીટીંગ થઈ હતી. આ મીટીંગ મોદીગાર્ડ કંપનીએ સોલર કંટ્રોલ ગ્લાસ લોન્ચ કર્યા જે ગ્લાસના ઉપયોગ કરવાથી બહાર ની ગરમી ઘરની અંદર ખૂબ જ ઓછી આવે છે વીજળી ની બચત થાય છે.તેમજ બહારથી તેમનો વ્યુ ખૂબ જ સારો દેખાય છે કંપની આ ગ્લાસ બનાવવા માટે યુએસ ટેકનોલોજીથી ગ્લાસનું ઉત્પાદન કરે છે.

મોદી ગાર્ડ ગાર્ડીયન કંપની નું અદ્યતન પ્લાન્ટ અંકલેશ્વર ખાતે આવેલો છે. આ કંપની દ્વારા વિશ્વસ્તર પર તેમજ ભારત માં ખુબજ મોટા પ્રોજેક્ટ પૂર્ણ કરેલા છે. જેમાં વિસ્વ ની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલિફા માં સંપૂર્ણ ગ્લાસ ગાર્ડિયન કંપનીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી જ રીતે વિસ્વ નું સૌથી મોટું કોમર્શિયલ કોમ્પ્લેક્ષ જે સુરત શહેર માં નિર્માણ થયેલું છે જેમનું ઉદ્ધાટન ભારતના નરેન્દ્રભાઈ મોદીએ કરેલું છે તેમાં પણ મોદી ગાર્ડ ગાર્ડીયન નો સંપૂર્ણ ગ્લાસ વપરાયેલ છે. સોલાર કંટ્રોલ સીરીઝની સંપૂર્ણ ગ્લાસ ની રેન્જ મોરબી ખાતે ઓપ્ટિકલ ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝમાં હાજરમાં મળી રહે છે જે ટફન પ્રોસેસ પણ ત્યાં જ થાય છે. તેમજ સંપૂર્ણ ગ્લાસ બાબતની કોઈપણ પ્રકારની ટેકનીકલ માહિતી કંપની દ્વારા મોરબી ખાતે ઓપ્ટીકલ ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝમાંથી આપવામાં આવે છે તેમ જણાવાયું હતું