વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલા શિવ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા અને લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ એમપીના અર્જુનસિંહ સુમસિંહ ડામોર નામના યુવાન ફોન પર અન્ય સ્ત્રી સાથે વાત કરી રહ્યો હતો.જેથી આ બાબતે પત્ની સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન પતિ અર્જુનસિંહે તેની પત્ની કાળીબેનને મારવા કુહાડી આંબી હતી જેથી કાળીબેને પીતો ગુમાવ્યો હતો. અને તેજ કુહાડો પતિ ઝુટવી લીધો હતો અને તે જ કુહાડો માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડી દેતા સારવાર અર્થે પ્રથમ સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૃતકની પત્ની કાળીબેન અર્જુનસિંહ ડામોર વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

