HomeGujaratમોરબીનો મચ્છુ ૨ ડેમ ૮૦ ટકા ભરાયો, મોરબી માળિયા તાલુકાના ૩૦...

મોરબીનો મચ્છુ ૨ ડેમ ૮૦ ટકા ભરાયો, મોરબી માળિયા તાલુકાના ૩૦ ગામને એલર્ટ કરાયા

મોરબી જીલ્લાનો સૌથી મોટો ડેમ અને મોરબી શહેરના પીવાના પાણીનો એક માત્ર સ્ત્રોત સમાન મચ્છુ ૨ ડેમના ઉપરવાસમાં થયેલા વરસાદ તેમજ મચ્છુ ૧ ડેમ ઓવર ફલો થતા તેના પાણીની આવક મચ્છુ 2 ડેમમાં થતા હાલ ડેમની કુલ સપાટીના ૮૦ ટકા ડેમ ભરાઈ ગયો છે તેમજ હાલ ડેમમાં ધીમી ધારે પાણીની આવક ચાલુ હોય જેના કારણે જીલ્લા ફલડ કન્ટ્રોલ વિભાગ દ્વારા મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડિયાદ, ટિંબડી, ધરમપુર, રવાપર , અમરેલી, વનળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સદુરકા, જૂના સદૂરકા, રવાપર નદી, ગુંગળ, નારણકા, બહાદુગઢ, નવા નગડાવાસ, જૂના નગડાવાસ, સોખડા, અમરનગર ગામ તેમજ જ્યારે માળિયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયાં મી., રસંગપર ને એલર્ટ કરવામાં આવ્યા છે અને આ ગામના લોકોને નદીના પટમાં અવાર જવર ન કરવા સુચના આપવામાં આવી છે.

મોરબી જીલ્લાના આ ડેમની કુલ ઊંડાઈ ૩૩ ફૂટ એટલે કે ૧૦ મિટર હોય જેમાંથી ૨૯.૭૯ મીટર એટલે કે ૯ ફૂટ સુધી ભરાયેલા છે ડેમની ૩૧૦૪ mcftની કુલ સંગ્રહ ક્ષમતા સામે હાલ ૨૪૮૪ mcft ભરાયેલ છે જેની સામે હાલ ૩૭૯ કયુસેક પાણીની આવક ક ચાલુ છે હાલ ડેમમાં ૬૨૦ mcft જેટલુ પાણી હજુ વધુ સંગ્રહ થઈ શકશે જો આગામી સપ્તાહમાં મચ્છુ ૨ અને મચ્છુ ૧ ના ઉપરવાસ માં વરસાદ થાય તો પાણીની આવક વધી શકે છે જેથી લોકોને નદીના પટ્ટમાં આવર જવર ન કરવા અપીલ કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW