HomeGujaratવરસાદી પેટર્નમાં બદલવા,જુલાઈમાં બે વર્ષથી જુલાઈમાં વરસાદ વધ્યો, ચાલું વર્ષે સરેરાશ ૯...

વરસાદી પેટર્નમાં બદલવા,જુલાઈમાં બે વર્ષથી જુલાઈમાં વરસાદ વધ્યો, ચાલું વર્ષે સરેરાશ ૯ ઇંચ વરસાદ 

ચાલુ વર્ષમાં રાજ્યભરમાં  મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી.રાજ્યના કેટલાક જિલ્લામાં  તોફાની વરસાદ વરસ્યો હતો જેના કારણે  ખાના ખરાબી પણ સર્જાઈ હતી. તો કેટલાંક જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. 

મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં મેઘરાજા જાણે  વધુ પડ્તું વરસવાનું નકકી કર્યુ હોય તેમ સતત ધિમીધારે તો ક્યારેક તોફાની રીતે વરસાદ વરસ્યો હતો. સામાન્ય રીતે મોરબી જિલ્લામાં જુલાઈ મહિનામાં નહિવત વરસાદ પડતો હોય છે અથવા જુલાઈના ત્રીજા ચોથા સપ્તાહમાં વરસાદ થતા હોય છે પરંતું ચાલુ વર્ષે તો આખા જુલાઈ મહિનામાં વરસાદી વાતાવણ રહ્યું હતું અને દરરોજ વધતા ઓછા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો.આંકડાકીય રીતે જોઈએ તો ચાલુ વર્ષે ૩૧ જુલાઈ સુધીમાં ૨૨૫ મીલી મીટર એટલે કે સરેરાશ ૯ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.તો ૨૦૨૨ માં સરેરાશ ૧૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. 

પરંતુ આ બે વર્ષ ને બાદ કરતાં અગાઉના પાચ વર્ષનાં ચોમાસા દરમિયાન જુલાઈ મહિનામાં પડેલા વરસાદ જોઈએ તો તે  બે ગણી થવા  જઈ રહી છે.અગાઉના ચાર વર્ષ દરમિયાન  એટલેકે ૨૦૧૮થી૨૦૨૧જિલ્લામાં સરેરાશ ૪ થી ૭ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે છેલ્લા બે વર્ષમાં ૯ અને૧૧ ઇંચ નોંધાયો છે.મોરબી જિલ્લામાં છેલ્લા ૨૦૧૮ થી ૨૦૨૩ સુધીમાં વરસાદ જોઈએ તો ૨૦૧૮માં જિલ્લામાં સરેરાશ ૫ ઈંચ, ૨૦૧૯ માં ૫ ઇંચ,૨૦૨૦માં ૭ ઇંચ,૨૦૨૧માં સરેરાશ ૫ ઇંચ નોધાયો હતો. મોરબી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં જુલાઈ માસમાં નોંધાયેલ વધુ વરસાદના કારણે ખેતી પાકને તેની પ્રતિકૂળ અસરો થવાની ભિતી પણ સેવાઈ રહી છે. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW