હળવદ વેગડવાવ રોડ પર આજે સવારે એક કાર અને સ્કુલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસ ચાલકે સતર્કતા દાખવી હતી અને બસ રોડની સાઈડમાં લઇ જતા બસ માટીમાં ખુપી ગઈ હતી અને ત્યાં જ થોભી જતા મોટી જાનહાનિ થતા ટળી હતી. બનાવ ને પગલે બસમાં સવાર છાત્રોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને બાળકોએ રાડરાડ કરી મૂકી હતી બનાવ સમયે બસના 10થી વધુ બાળકો અને એક શિક્ષિકા સવાર હતા સદ નસીબે તમામનો આબાદ બચાવ થતા રાહતનો શ્વાસ લેવાયો હતો. જયા બસનો અકસ્માત સર્પાજાયો હતો ત્યાં પાસે જ એક વીજ પોલ હતો જોકે બસ ત્યાં સુધી પહોચી ન હતી પરંતુ જો બસ ન રોકાઈ હોત અને વીજ પોલ સાથે અથડાઈ હોત તો ગંભીર પરિણામ આવ્યું હોત અને હાલમા હળવદથી રણમલપુર સુધી રોડની કામગીરી ચાલી રહી છે

