HomeGujaratમોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ ૭૫ ટકા ભરાઈ ગયો ,૮ મહિના...

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ ૭૫ ટકા ભરાઈ ગયો ,૮ મહિના સુધી પીવાના પાણી સમસ્યા હલ 

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાની પધરામણી સમયસર થયો છે છેલ્લા દોઢ મહિનામાં મોરબી જિલ્લાના પાચ તાલુકામાં 10ઇંચ થી લઇ 22 ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે. જેનાં કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તમામ નાના મોટા જળાશય ભરાઈ ગયા છે.જેના કારણે મોરબી શહેર અને જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા મહદ અંશે દૂર થઈ ગયા છે. મોરબી શહેર અને આસપાસના 10થી વધુ ગામમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત સમાન મચ્છુ 2ડેમ પોણો ભરાઈ ગયો છે.ડેમની કુલ સંગ્રહ ક્ષમતા3104 mcft છે જેની સામે હાલ 2313 mcft જેટલું પાણી ભરાયેલ છે. જેના કારણે જિલ્લાની૮ મહિના જેટલા પીવાનાં પાણીની સમસ્યા હલ થઇ ગઇ છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ બે મહિના જેટલો સમય બાકી છે અને આગામી દિવસોમાં વરસાદ થવાથી આં ડેમની જળ સપાટી હજુ વધશે તેવી આશા સેવાઈ રહી છે 

મોરબી જિલ્લાના બીજા મુખ્ય ડેમની વાત કરીએ તો મચ્છુ ૧ ડેમ પણ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે મચ્છુ ૧ડેમની૨૪૩૫,mcft ની પૂર્ણ સપાટી વટાવી ગયો છે અને હાલ 0.03મીટર ઓવરફ્લો થઈ ગયો છે. મચ્છુ-3 ડેમની203 mcft ની કેપેસિટી સામે 191 mcft ની જેટલો ભરાયેલ છે. ટકાવારી મુજબ 67.85ટકા ભરાયેલ છે. ઘોડાધ્રોઇ ડેમ પણ 243mcft ની કેપેસિટી સામે 227 mcft પાણી ભરાયેલ છે. 

મોરબી જિલ્લાના10ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 10,829 mcft છે જેની સામે હાલ 7237 mcft પાણી ભરાયેલ છે. ડેમમા ભરાયેલા જીવંત જથ્થાની વાત કરીએ તો 6787mcft ભરાયેલ છે.જિલ્લાના10ડેમમાં એક ડેમ 100ટકા,એક ડેમ 93 ટકા ભરાયેલ છે.  જોકે હજુ ટંકારા તાલુકાના ડેમમાં હજુ સુધી પૂરતું પાણી ન આવતા ખાલી પડ્યાં છે જિલ્લાના4 માંથી 2 ડેમ જેમાં

ડેમી2 અને ડેમી ત્રણ 40 ટકા થી ઓછા છે. તો ડેમી1 ડેમ 50ટકા કરતાં ઓછો ભરાયેલ છે. ટંકારા તાલુકામાં માત્ર બંગવડી ડેમ એક જ 62ટકા ભરાયેલ છે.જોકે હજુ ચોમાસાને બે મહિના જેટલો સમય બાકી હોય અને આગામી દિવસોમાં આ ડેમમાં પણ પૂરતા પ્રમાણમાં પાણીની આવક થશે તેવી સંભાવના સેવાઈ રહી છે જિલ્લાના મુખ્ય ડેમમાં થયેલ પાણીની આવકથી પીવાના પાણીની સમસ્યા હલ થઇ ચૂકી છે.

મોરબી જિલ્લામાં જૂન મહિનામાં બીપરજોય વાવાઝોડાના કારણે ચોમસુ શરૂ થયું તે પહેલાં જ વાવણી લાયક વરસાદ વરસી ગયો. બાદમાં પણ સમયાંતરે વરસાદ પડ્યો હતો. તાલુકા મુજબ જોઈએ તો મોરબી તાલુકામાં સૌથી વધુ 560મીમી એટલે કે22 ઇંચ વરસાદ નોંધાયો છે.ટંકારા તાલુકામાં 506મીમી  એટલે કે 20મીમી વરસાદ નોંધાયો હતો. હળવદ તાલુકામાં404 મીમી( 16 ઇંચ) વાકાનેર તાલુકામાં 353 મીમી 14 ઇંચ વરસાદ નોંધાયો હતો. માળિયાં મિયાણા તાલુકામાં 256મીમી વરસાદ નોંધાયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW