Thursday, November 30, 2023
HomeGujaratCentral Gujaratઅમદાવાદના S.G.હાઈવે રોડ એક્સિડન્ટમાં વધુ એક પોલીસ કર્મી મૃત્યુ આંક 10 થયો

અમદાવાદના S.G.હાઈવે રોડ એક્સિડન્ટમાં વધુ એક પોલીસ કર્મી મૃત્યુ આંક 10 થયો

Advertisement
Advertisement

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં વધુ એક પોલીસ જવાનું મોત થયુ છે. આ સાથે જ અકસ્માતમાં મૃતકઆંક 10 થયો છે. ગઇકાલે અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. ઇસ્કોન બ્રિજ પર જસવંત સિંહ નામના પોલીસ જવાનનું મોત થયુ છે. SG હાઇવે પર ટ્રાફિકમાં તેઓ ફરજ બજાવતા હતા. આ પહેલા બે પોલીસ જવાન અને એક હોમગાર્ડનું મોત થયુ હતુ.
અકસ્માત સર્જનાર 6 લોકોની અટકાયતઅમદાવાદના એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજમાં જેગુઆર કારે અકસ્માત સર્જતા 9 લોકોના મોત થયા હતા. આ દૂર્ઘટનામાં અકસ્માત સર્જનાર તથ્ય પટેલ, તેના પિતા પ્રજ્ઞેશ સહિત 6 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અકસ્માત કેસમાં કારમાં સવાર 3 યુવતીઓની પણ પોલીસે અટકાયત કરી છે. અન્ય ત્રણ લોકો સેટેલાઇટ પોલીસ સ્ટેશને પહોચ્યા છે.અકસ્માત સર્જનાર આરોપીઓમાં તથ્ય પટેલ, આર્યન પંચાલ, શ્યાન સાદર, શ્રેયા, ધ્વનિ પંચાલ, માલવિકાનો સમાવેશ થાય છે.અમદાવાદમાં અકસ્માતમાં 10 લોકોના થયા હતા મોતઅમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે 15થી 20 લોકો ઘાયલ થયા છે. શહેરમાં આ ઘટના ઈસ્કોન બ્રિજ પર બની હતી. જ્યાં થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને જોવા માટે લોકો ભેગા થયા હતા, તે દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પુરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ત્યાં ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડનું પણ મૃત્યુ થયું હતું.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW