મોરબીના શનાળા બાયપાસથી કંડલા નેશનલ હાઈવેને જોડતા રોડ પર નવલખી ચોકડી તરીકે જાણીતા ચાર રસ્તા પર મકાન વિભાગ દ્વારા ફાટક પર ઓવર બ્રીજ બનાવેલ છે. જોકે આ બ્રીજ બન્યા બાદ અવારનવાર વિવાદમાં રહ્યો છે અગાઉ જયારે આ બ્રીજ બનતો હતો તે વખતે ધીમી કામગીરીના કારણે ટ્રાફિકજામ સર્જાતા હોવાની ફરિયાદ ઉઠી હતી.બ્રીજમાં નિર્માણ થયા બાદ જયારે સર્વિસ રોડ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોની હાલત કફોડી બની હતી.હજુ આ ઓછુ હોય તેમ આજે આ નવ નિર્મિત બ્રીજના પોપડા નીચે ખરી પડયા હતા અચાનક આ રીતે નવા બનેલા બ્રીજનો ભાગ તૂટી પડતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો જોકે આ બ્રીજના પોપડામાં કોઈ જાન હાની ન થઇ હોવાથી લોકો એ પણ રાહત અનુભવી હતી
ઘટનાની જાણ થતા માર્ગ મકાન વિભાગના અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા અને બ્રીજ પર તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બસીદાએ જણાવ્યું હતું કે આ બ્રીજ પરથી પડેલા સિમેન્ટનો ભાગ બ્રીજના નહી પણ બ્રિજના બે જોઈન્ટ ના ભાગમાં થર્મોકોલ સીટ લગાવેલ હોય અને સિમેન્ટથી જોઈન્ટ બુર્યા હોય જેના અવશેષ નીચે પડ્યા હોવાનું જણાવ્યું હતું
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ માર્ગ મકાન વિભાગે નવલખી બ્રીજ ઉપરાંત સનાળા બાયપાસ પાસેના બ્રીજ તેમ જ ટંકારા અને મીતાણા પાસેના બ્રીજમાં પણ આવા થર્મોકોલ સ્લરી દુર કરવા કોન્ટ્રકટરને સુચના આપી હતી


