રાજ્યમાં હાલ ચોમાસા નવો રાઉન્ડ શરુ થઇ ગયો છે અલગ અલગ જીલ્લામાં અતિભારે થી લઇ ભારે વરસાદ થઇ રહ્યા છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારથી લઈ શહેરી વિકાસમાં પાણીની નવી આવક થઇ રહી છે. ચોટીલા અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ થયો છે જેના કારણે વાંકાનેર શહેરના ઉપરવાસમાં આવેલા મચ્છુ 1 ડેમમાં પણ પાણીની સારી આવી આવક થઇ છે પાણીની આવક વધતા ડેમ 70 ટકા જેટલો ભરાઈ ગયી છે
વાંકાનેરના મચ્છુ 1 ડેમમાં સારી એવી આવક થત14.49 મીટર ઊંડાઈ ધરાવતા આ ડેમમાં13.85મીટર સુધી ભરાઈ ગયો છે ડેમમાં ભરાયેલા પાણીની સ્થિતિ જોઈએ તો 2435 એમસીએફટી સંગ્રહ ક્ષમતા સામે 1705 એમસીએફટી ભરાઈ ગયો છે અને ઉપરવાસમાંથી 152 કયુસેક પાણીની આવક ચાલુ છે. તેમજ ઉપરવાસમાં હજુ પણ વરસાદ શરૂ હોવાથી ડેમમાં પાણીની આવક વધી શકે છે આ સ્થિતિને ધ્યાને લઇ સિંચાઈ વિભાગ દ્વારા વાંકાનેર તાલુકાના 20 ગામ જેમાં હોલમઢ, જાલસીકા, વાંકાનેર શહેર,મહિકા કોઠી,ગારીયા, જોધપર, પાજ,રસિકગઢ, લુણસરિયા,કેરાળા,હસનપર, પંચાસર, વધાસીયા રાતી દેવડી,વાકિયા પંચાસીયા,વાકિયા ઢુવા, ધમલપર ઉપરાંત મોરબી તાલુકાના મકનસર,અદેપર લખધીરનગર અને લીલાપર સહિતના ગ્રામજનોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નવી સુચના ન આપવામાં આવે ત્યાં સુધી નદીના પટમાં અવર જવર ન કરવા સુચના આપવામા આવી છે મિલકત અને માલઢોર સલામત સ્થળે ખસેડવા જણાવાયું છે

