HomeGujaratમોરબીના મુખ્ય માર્ગો પર અડીંગો જમાવીને બેસતા ઢોરને પકડી પાંજરે પૂરવાં માંગ

મોરબીના મુખ્ય માર્ગો પર અડીંગો જમાવીને બેસતા ઢોરને પકડી પાંજરે પૂરવાં માંગ

મોરબી જિલ્લાની સૌથી મોટી નગર પાલિકા સુવિધાની બાબતમાં હજુ પણ પછાત હોય તેવું લાગી રહ્યું છે. મોરબી શહેરમાં એક તો સાંકડા રસ્તા અને તેમાં દબાણ છે તો બીજી તરફ રખડતા ઢોરનો અડીંગો જમાવી ને બેઠા રહે છે. જેના કારણે મોરબી શહેરમાં વાહન ચાલકો જાણે જીવનું જોખમ લઈને શહેરના માર્ગો પર ફરી રહ્યા હોય તેવા દ્રશ્ય સર્જાઈ રહ્યા છે

શહેરમાં રખડતા ઢોરના પ્રશ્નને વાહન ચાલકો બેહાલ છે બીજી તરફ મોરબી નગર પાલિકાને જાણે રખડતા ઢોર પકડવા માટે કોઈ રસ ન હોય તેવી સ્થિતિ બની ગઈ છે શહેરમાં રખડતા ઢોરની કામગીરી થતી નથી. નગર પાલિકાની તીજોરી ભૂતપૂર્વ બોડી દવા તળિયા ઝાટક કરેલ હોવાની વાતો એકવાર ધારાસભ્ય દ્વારા પણ કરવામાં આવી હોવાની વાત પણ જાહેર માં થતી હોય છે.હાલ માં નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રાથમિક સુવિધા ના કામો પણ યોગ્ય રીતે થતા નથી અને લોકો પોતાની ફરિયાદ લઈને નગરપાલિકા માં છાછવારે જતા હોય છે.ગત નગરપાલિકા ની બોડી દ્વારા નંદીઘર માં લખલુટ ખર્ચ કરેલ તેમ છતાં હાલ માં નંદી ઘર બંધ કરવા માં આવેલ છે.એક બાજુ સફાઈ નો અભાવ, ગટર વ્યસ્થા માં અસંખ્ય ખામીઓ, ચોમેર ગંદકી, અને શહેર માં પાંચ હાજર કરતા પણ વધારે પાણીજન્ય રોગો ના દર્દી ની વચ્ચે રોડ ઉપર રખડતા ઢોરો ના ડેરાથી લોકો ખુબજ પરેશાન છે,દરોરજ એક બે અકસ્માતો તો ઢોરોના કારણે થાય જ છે, બે દિવસ પહેલા જેલ રોડ પર આવેલા વણકરવસમાં દોઢ વર્ષના બાળકને ઢીક મારતા બાળકને ઈજા પહોચી હતી તો અગાઉ પણ શાળા કોલેજ બહાર અખલા યુધ્ધના સીસીટીવી પણ વાયરલ થયા હતા. મોરબીમાં જો આવું જ ચાલશે તો કોઈક પોતાનો જાન પણ ગુમાવે તેવો બનાવ પણ બનવાની શક્યતા ઓ ની વાતો લોકો માં થઇ રહી છે.ત્યારે આ મુદે ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્સ એસો.ના જનરલ સેક્રેટરીએ આ મુદે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી વહેલી તકે પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવામાં આવે તેવી માંગણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW