હળવદ માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે આજે મોરબી જિલ્લા રજિસ્ટારની હાજરીમાં 30 ફોર્મ ભરાયા તો ખેડૂત પેનલના 10 અને વેપારી પેનલના 4 આમ કુલ 14 ડિરેક્ટર માટે ચુટણી યોજાવાની છે ત્યારે આજે 24 ખેડૂત પેનલ માટે 5 વેપારી પેનલ માટે અને 1 ખરીદ વેચાણ સંઘમાથી ફોર્મ ભરાયા છે તો હળવદ Apmcમા ભાજપનું એક હથ્થુ શાશન રહ્યું છે આજે ભરાયેલા 30 ફોર્મ પૈકી 5 વેપારી પેનલ અને 1 ખરીદ વેચાણ સંઘનો બિનહરીફ વિજય નિશ્ચિત છે ત્યારે આગામી 27 તારીખે યોજાનાર ચુટણી માટે 27 મંડળીના 367 મતદારો મતદાન કરશે જ્યારે 28મી જુલાઈએ જાહેરાત કરવામાં આવશે

