Sunday, July 7, 2024
HomeGujaratમોરબીને કોની નજર લાગી ? મોરબીની સ્થિતિ પર સિનિયર પત્રકાર નિલેશ પટેલનો...

મોરબીને કોની નજર લાગી ? મોરબીની સ્થિતિ પર સિનિયર પત્રકાર નિલેશ પટેલનો આક્રોશ


કુદરતી આફતો સામે કાયમ ખમીરવંતુ બની રહેલ મોરબી છેલ્લા કેટલાક વર્ષોથી માનવીય સમસ્યાઓ સામે વામણું દેખાઇ રહ્યું છે ઉદ્યોગક્ષેત્રે વિશ્વમાં ભલે ડંકો વગાડતું હોય પણ મોરબી નૈતિકતા હિંમત અને બૌદ્ધિક દ્રષ્ટિએ ઊંડી ગર્તામાં ડૂબી ગયું હોય તેવું વાતાવરણ મોરબીમાં સતત હાવી થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રના એક સમયના પેરિસને નર્કાગાર બનાવવામાં આપણે સૌ મોરબીવાસીઓ બરાબરના ભાગીદાર છીએ

શા માટે હું આવા શબ્દો વાપરી રહ્યો છું એ સમજવા કેટલાક દ્રષ્ટાંતો આપું છું

૧. જે સિરામિક ઉદ્યોગ પડદા પાછળ સરકાર દ્વારા સતત અવગણના થતી હોવાનો આક્રોશ વ્યક્ત કરે છે તે જ ઉદ્યોગના આગેવાનો પડદાની આગળ ફક્ત સરકારની વાહ વાહ કરતા જ નજરે ચડી રહ્યા છે

૨.મોરબીમાં સરેઆમ ગુંડાગીરી રહી છે સરાજાહેર ભયનો માહોલ કેટલાક તત્વો ઉભો કરી રહ્યા છે. લોકો ઘરમાં બેઠા બેઠા પોલીસને ફૂટી ગયેલ અને પૈસાની ગુલામ કહી રહ્યા છે બીજી તરફ તે જ પોલીસની સામે સાહેબ સાહેબ કરીને પોલીસની જીહજુરી કરી રહ્યા છે
૩ મોરબીમાં પ્રાથમિક સુવિધાઓ પણ ખતમ થઈ રહી છે લોકો ઘરમાં બેસીને તો ઉકળાટ ઠાલવી રહ્યા છે પરંતુ સરકારી ચોપડે બધું જ સલામત છે ને લોકો પણ આપણે શું ? એવું વિચારીને વૈચારિક નપુંસકતા તરફ આગળ વધી રહ્યા છે.
૪.રાજકીય આગેવાનો જે પ્રજાના જોરે રાજકીય હસ્તી બને છે પરંતુ તે પ્રજાને સુખી કરવાના બદલે રાજકીય અસ્તિત્વની લડાઈ અને જૂથવાદના પ્રતાપે એકબીજાને પાડી દેવા મથી રહ્યા છે અને આવા આખલાઓની લડાઈમાં પ્રજા પિસાઈ રહી છે જો કે લોકોને પણ હેરાન હોવા છતાં જીહજૂરી જ કરવી છે અને તેથી જ રાજકીય આગેવાનો પણ આજે જલસા કરી રહ્યા છે.
5 યુવાઓની માનસિકતા ફિલ્મી બનતી જઈ રહી છે મોરબીમાં ફિલ્મી સ્ટાઇલમાં મારામારી, છેડતી, અને પોતાના તરફી ભયનો માહોલ ઊભો કરવામાં અનેક યુવાનો પોતાના અને મોરબીના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ ઉભો કરી રહ્યા છે પરંતુ પરિવાર માટે તો તેમના દીકરા હજુ પણ હીરો જ છે તેથી સ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે.
૬ સરકારી તમામ વિભાગોને પોતાની કામગીરી કાગળ ઉપર જ સાચી ઠેરવવી છે. નૈતિકતા જેવું કશું જ બચ્યું નથી. તેથી આજે નાનામાં નાના કામ પણ વહીવટ કરવો જ પડે છે. જોકે લોકોને પણ પૈસા આપીને કામ કરાવવામાં મજા આવે છે હા પાછળથી ભલે બળતરા કરવી પડતી હોય મોઢે તો સબ સલામતના નારા પોકારવા છે.
૭ સમગ્ર જિલ્લામાં માત્ર ભાજપ- ભાજપ જ છે પરંતુ ભાજપનો આંતરિક જૂથવાદ ચરમ પર છે એકબીજાને પાડી દેવાની લડાઈમાં નેતાઓ એટલા વ્યસ્ત છે કે પ્રજાની સ્થિતિ શું છે એ જોવાનો ટાઈમ જ નથી બિચારી કોંગ્રેસ તો મોકો મળે એટલે રાજકીય લાભ લેવા જ દોડે છે જોકે તેમને પણ જનતાની સુખાકારી સાથે કોઈ લેવાદેવા જ નથી.
૮. લોકો પણ માનસિક પછાત છે ભલે ગમે તેટલી તકલીફ હોય મારે કંઈ બોલવું જ નથી બધું બરાબર જ ચાલે છે તેવો ડોળ કરીને ખુદને પણ બેવકૂફ બનાવવા છે.

૯ છેલ્લા વર્ષોમાં મોરબીમાં તમામ પ્રકારની સમસ્યાઓ વધી જ છે. તેનો ઉકેલ તો દૂરની વાત રહી પરંતુ દિન પ્રતિદિન સ્થિતિ વધુ ખાડે જતી જાય છે પરંતુ કહેવાતા બૌદ્ધિક લોકોએ મૌન ધારણ કરીને ખોટાને સાચા પુરવાર કરવામાં કોઈ કસર છોડી નથી

બે દિવસ પહેલા ધારાસભ્યનો ઓડિયો વાયરલ થાય છે.ઓડિયો વાયરલ કરનારા તત્વો ધારાસભ્યો સાથે વાત કરનારને એટલા માટે મારે છે કે તેમના નામ આ યુવાન આપી ન દે અને તેમાં પણ નવાઈની વાત એ છે કે માર ખાનાર પણ માર ખાઈ પૈસા લઈને સમાધાન કરીને ખુશ થઈ જાય છે.
11 સમગ્ર મોરબી પૈસા પાછળ દોડી રહ્યું છે પિતા દિવસભર દોડધામ કરીને પૈસા કમાય છે પરંતુ દીકરો આખો દિવસ તે જ પૈસા ક્યાં વાપરે છે? શું કરે છે? તે જોવાનો ટાઈમ કોઈ પિતા પાસે નથી અને તેથી જ યુવાધન માંથી સંસ્કાર , મર્યાદા અને શિસ્તનો લોપ થઈ રહ્યો છે. પરંતુ પિતા પાસે આ જોવાની દૃષ્ટિ જ નથી કે સમય નથી તે સમજાતું નથી.
૧૨.મોરબીમાં એવા પણ લોકો છે કે જેમને આ બધી બાબતો સામે વાંધો છે ગુસ્સો છે તેઓ કંઈક કરવા પણ માંગે છે પણ તેમને સાથ તો દૂરની વાત રહી ઉલટાના તેમને જ પાડી દેવા જેમનામા બુદ્ધિ જ નથી. એવા મૂર્ખાઓ પણ માર્કેટમાં શબ્દોની તલવાર વિંજતા નજરે પડી રહ્યા છે

મોરબી પાસે અઢળક પૈસો છે પરંતુ તે સિવાયની મૂડી કે જે સારા જીવન માટે જરૂરી હોય તે બિલકુલ નથી આર્થિક સંપન્ન મોરબી વૈચારિક ભિખારી બની રહ્યું હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો ઊભા થયા છે.
વાત તો ઘણી કરવા માટે , પરંતુ શાનમાં સમજાય તો સૌનું માન જળવાઈ રહે તેથી બાંધી વાત કરી છે મોરબીના મારા તમામ ભાઈઓ બહેનો અને મિત્રો દરેક મુદ્દા ઉપર મંથન કરે અને જે લૂંટાઈ રહ્યું છે તેને વધુ લૂંટાતું અટકાવવા બુદ્ધિનો ઉપયોગ કરે સાચું ખોટું સમજવા પ્રયાસ કરે તે આવનારા સમય માં થનારા પતનને અટકાવવાનું પહેલું પગથિયું છે.
જય હિન્દ

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW