મોરબી શહેરમાં જાહેરમાં મારામારી, ચોરી દુકાનદારો સાથે લુખ્ખાગીરી કરવાના બનાવ સતત વધી રહ્યા છે. પોલીસની ઢીલી નીતિના કારણે લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે .જેના કારણે લોકોમાં ડરનો માહોલ બંધાઈ રહ્યો છે તો બીજી તરફ આવારા ગીરી કરતા તત્વોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેવી સ્થિતિ બની ગઈ છે ત્યારે આવતી કાલે જિલ્લા કોંગ્રેસ દ્વારા બનાવ અટકાવવા અને આવાતત્વો વિરુધ કડક એક્શન લેવાની માંગ સાથે એસપી કચેરી એ પહોચશે અને એસપી રાહુલ ત્રિપાઠી ઉપરાંત રેન્જ આઈજી ગૃહ મંત્રી સહિતનાને આવેદન આપશે અને રજૂઆત કરશે તેમ જિલ્લા કોંગ્રેસ સમીતીના કે ડી પડસુંબીયાએ જણાવ્યું છે


