હાલ સોશ્યલ મીડિયામાં અલગ અલગ પ્રકારની પોસ્ટ મૂકવાનો યુવાનોમાં ક્રેઝ વધી રહ્યો છે તેમાં પણ કેટલાક તો તમામ હદ વટાવી જતાં હોય છે. આજના યુવાન વધુ પ્રસિદ્ધ મેળવવાની ઘેલછામાં તેમજ સીન સપાટા નાખવા બીજાના લાયન્સ વાળા હથીયારના ફોટો વાયરલ કરી ધાક બેસાડવાના પ્રયાસ કરતા હોય છે. ખાસ કરીને યુવાનો તેના પિતા મિત્ર કે સબંધી ના પરવાના વાળા હથિયારના ફોટો વાયરલ કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા મથતા હોય છે જોકે આવી પ્રસિદ્ધ ક્યારેક વાલીઓને પણ ભારે પડી શકે છે અને આવી એક ઘટના માળિયા મિયાણા પોલીસ મથકમાં સામે આવી છે જેમાં પિતા ના લાયસન્સ વાળા હથિયાર પર પુત્રે સીન સપાટા નાખવા ફોટો પાડી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતા જે અંગે એસ ઓ જીને જાણ થતાં તેઓએ તાત્કાલિક પિતા પુત્ર ની અટકાયત કરી હથીયાર જપ્ત કર્યું હતું અને બનેં વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.
બનાવની મળતી માહિતી મુજબ માળીયા મીયાણા પંથકનો શખ્સ સોશ્યલ મીડિયામાં હથિયારના ફોટો મૂકી સીન સપાટા નાખતા હોવાની બાતમી આધારે એસઓજીની ટીમે આરોપીના ફોટોગ્રાફ આધારે તેની શોધખોળ હાથ ધરી હતી.તપાસ દરમિયાન મોબાઈલમાં ફોટો અપલોડ કરનાર નું નામ મુસ્તાક અનવર જામ હોય અને તે મળીયા મિયાણા ના હંજીયાસરમાં આવેલા જામવાસમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું.તો આ હથિયાર અનવર હારૂન જામ નામની વ્યક્તિનું હોવાનું સામે આવ્યુ હતું જેથી એસઓજીની ટીમે બન્નેની ધરપકડ કરી હતી અને તેમના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ફોટો વાયરલ કરનાર મુસ્તાક અનવર જામ વિરુદ્ધ લાયસન્સ વીના હથિયાર રાખવા અંગેની જ્યારે હથિયાર પરવાનો ધરાવતા તેના પિતા અનવર હારૂન જામ સામે હથીયાર લાયસન્સ આપતા સમયે શરતોનો ભંગ કરવા અંગેનો ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.