મોરબીમાં શનિવારે રાત્રે અને રવિવારે દિવસ થયેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં નાના મોટા જળાશય ભરાયા હતા તો વોકળા પણ બે કાઠે વ્હેવા લાગ્યા હતા ત્યારે મોરબી જેતપર રોડ પર બેલા ગામ પાસે પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો જેના કારણે બેલા પાસે નિર્માણ ધીન બ્રીજ પાસેનો સર્વિસ રોડ ધોવાઇ ગયો હતો. અને આંખો દિવસ રસ્તો બંધ રહ્યો હતો રવિવારે બંધ થયેલા રોડ સોમવારે પણ બપોર સુધી બંધ રહેતા વાહન ચાલકોને ધક્કા થયા હતા
જોકે માર્ગ મકાન વિભાગ દ્વારા વાહન ચાલકોને થતી હાલાકીને ધ્યાને લઇ ફરી એકવાર સર્વિસ રોડ બનાવવાની કામગીરી હાથ ધરી હતી અને આ વખતે સર્જાયેલ સ્થિતિ પરથી બોધ પાઠ લઇ હાલ બ્રીજ પર વધુ બે જેટલા મસ મોટા પાઈપ પાથરી પાણીના નિકાલની વ્યવસ્થા કરી હતી તેમજ અગાઉ કરતા સર્વિસ રોડ ઉચ્ચો કરવામાં આવતા વાહન ફરી એકવાર રસ્તા પર દોડતા થઇ ગયા હતા


