Tuesday, December 5, 2023
HomeGujaratSouth Gujaratમોરબીની દીકરીને રાજકોટમાં સાસરિયાઓએ માનસિક ત્રાસ ગુજારી પિયર મોકલી દીધી,પરણિતાએ પતિ, સાસુ...

મોરબીની દીકરીને રાજકોટમાં સાસરિયાઓએ માનસિક ત્રાસ ગુજારી પિયર મોકલી દીધી,પરણિતાએ પતિ, સાસુ સસરા અને દિયર તેમજ મામાજી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

Advertisement
Advertisement

મોરબીની એક દીકરીના લગ્ન  એક વર્ષ પહેલાં રાજકોટ ના એક પરિવારના દીકરા સાથે  થયા  હતા. લગ્ન બાદ દીકરીને ખબર પડી કે તેના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે જે બાબતે બોલાચાલી થતા સાસરિયાં ઓએ પુત્ર વધુને રિસામણે મોકલી દઇ તું અમારે લાયક નથી કહી મેણા ટોણા મારી શારીરિક  અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો આં અંગે  પરિણીતાએ પતિ સહિતના સસરિયાઓ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવની મળતી માહિતી મુજબ  મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગરમાં રહેતા ભુમીકાબેન જતીનભાઇ ધામેચા 26વર્ષીય પરણિતાના  એક વર્ષ પહેલા રાજકોટના જતીન દિપકભાઇ ધામેચા નામના યુવક સાથે થયા હતા.લગ્નના  પાંચેક મહિના સાસરિયામાં રહ્યા હતા  જે દરમિયાન તેના પતિનો વ્યવહાર અલગ હતો અને તેની સાથે યોગ્ય વર્તન કરતા ન  હતાં જેથી આ અંગે તપાસ કરતા તેમના પતિને  જતીનને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની શંકા ગઈ હતી જેથી ઝઘડો થતાં સસરિયાઓ દ્વારા તું અમારે લાયક નથી કહી વારંવાર ત્રાસ આપી રિસામણે મોકલી આપી હતી. બાદમાં ઘરમેળે સમાધાનના પ્રયાસો સફળ ન થતા ભૂમિકાબેને અંતે પતિ જતીનભાઇ દીપકભાઇ ધામેચા સસરા દીપકભાઇ અમરસીભાઇ ધામેચા, સાસુ દક્ષાબેન દીપકભાઇ ધામેચા, દિયર પ્રેમલભાઇ દીપકભાઇ ધામેચા અને મામજી ભાવેશભાઇ જતીનભાઇ પરમાર વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW