મોરબીમાં ગત સપ્તાહમાં થયેલ વરસાદ બાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવવા લાગ્યા હતા હવે શહેરમાં વરસાદી પાણી ઓસરતા રસ્તાની હાલત મગરની પીઠ જેવી ઉબડ ખાબડ બની ગઈ છે અને તેના કારણે શહેરના મોટા ભાગના વિસ્તારમાં વાહન ચાલકોની હાલત કફોડી બની ગઈ છે. ઉબડ ખાબડ રસ્તા પર વાહન ચાલવાના કારણે એક તરફ લોકોની કમર ડોક અને ખભાના દુખાવાની સમસ્યા વધી છે તો બીજી તરફ વાહનોમાં રીપેરીંગ ખર્ચ પણ વધ્યો છે. શહેરમાં લોકોની સમસ્યા મુદે અનેક રજુઆત બાદ હવે પાલિકા તંત્ર જાગ્યું છે. અને અલગ અલગ વિસ્તારમાં માટી પાથરી ગાબડા બુરવાની કામગીરી હાથ ધરી છે, મોરબી પાલિકાની ટીમ સુપર સિનેમાથી રેલ્વે સ્ટેશન રોડના મસ મોટા ગાબડા પર માટી પાથરી હતી આ સિવાય પંચાસર રોડમાં પણ રસ્તાના ગાબડા દુર કર્યા જોકે પાલિકા દ્વારા હાલ ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાના કારણે રસ્તાની હાલત વધુ ખરાબ થવા નીસંભાવના છે ત્યારે પાલિકા દ્વારા માત્ર માટી નાખી ગાબડા બુરવામાં આવી રહ્યા છે જે જોતા આગામી દિવસમાં વરસાદ થતા સ્થિતિ ફરી જે સે થે જેવી થઇ જાય તેવી સંભાવના છે ત્યારે પાલિકા માટી નાખી કામ ચલાઉ ગાબડા બુરવાના બદલે ડામર અથવા પેવર બ્લોક પાથરી ગાબડા બુરે તેવી લોકોમાં માંગ ઉઠી છે

