મોરબી શહેરમાં વરસાદી પાણીના કુદરતી નિકાલના રસ્તા પર ગેર કાયદે દબાણ કરી રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે જેના કારણે ચોમાસામાં અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા હોવાની ફરિયાદ ઉઠતી રહે છે.ત્યારે આવી વધુ એક ફરિયાદ મોરબી પાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ 12ના સુપર આલાપમાંથી ઉઠી છે મોરબીમાં ગુરુવારે રાત્રે અનરાધાર 81 મીમી જેટલો વરસાદ વરસી ગયો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા સામે આવી છે

મોરબીના વોર્ડ 12 માં આવેલ સુપર આલાપ વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયું હતું આ મુદે સ્થાનિકોએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે માત્ર 2 કે ત્રણ ઇંચ વરસાદ પડે તો તેમનો વિસ્તાર જળ બંબાકારમાં ફેરવાઈ જાય છે સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ભૂ માફિયાઓ દ્વારા કુદરતી રીતે વરસાદી પાણીના નિકાલની જગ્યા પર દબાણ ખડકી પાણીનું વહેણ બંધ કરી દેવામાં આવ્યું છે જેના કારણે તેમના ઘરની આસપાસ ગોઠણડૂબ પાની ભર્યા છે આ મુદે આગાઉ પાલિકા અને કલેકટર સુધી રજૂઆત કરવામાં આવી હતી. પાલિકાના બહેરાકાને અથડાઈ પાછા પડ્યા હોય તેમ આજ દિન સુધી પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા લોકો આજે ઘરની બહાર નીકળી શક્યા ન હતા

