HomeGujaratમોરબીના મચ્છુ ૩ ડેમના 2 દરવાજા એક ફૂટ ખોલ્યા,20 ગામને કરાયા એલર્ટ

મોરબીના મચ્છુ ૩ ડેમના 2 દરવાજા એક ફૂટ ખોલ્યા,20 ગામને કરાયા એલર્ટ

મોરબી જીલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ સતત બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુરુવારે રાત્રે મોરબીમાં ફરી એકવાર વરસાદ વરસવાનું શરુ થયું હતું અને એક રાતમાં ;લગભગ 81 મીમી વરસાદ વરસી ગયો હતો જેના કારણે મોરબી શહેરમાં ફરી એકવાર પાણી પાણી થઇ ગયું હતું મોરબી શહેરનું આ પાણી મચ્છુ નદીમાં ઠલવાતા મચ્છુ 3 ડેમમાં 1676 કયુસેક પાણીની આવક થઇ હતી અને તેના કારણે ડેમના દરવાજા ખોલી નદીમાં છોડવાની ફરજ પડી હતી જે બાદ સિંચાઈ વિભાગ દ્વારા શુક્રવારે મચ્છુ ૩ ડેમના દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યું હતું.

જેના કારણે મચ્છુ નદીના હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના 11 અને માળિયા તાલુકાના 8 ગામ તેમજ માળિયા મિયાણા શહેરને એલર્ટ કરવામાં આવ્યા છે અને ગામ લોકોને નદીના પટમાં ન અવર જવર ન કરવા જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW