HomeGujaratમોરબીના પાનેલી પાસે રૂ.6.42 લાખના મેફે ડ્રોન ડ્રગ્સ સાથે બે ઝડપાયા

મોરબીના પાનેલી પાસે રૂ.6.42 લાખના મેફે ડ્રોન ડ્રગ્સ સાથે બે ઝડપાયા

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલા પાનેલી ગામના પાટિયા પાસેના સર્વિસ રોડ પર બે શખ્સ પ્રતિ બંધિત ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાની એસ ઓજીની ટીમને બાતમી મળી હતી. આ બાતમી આધારે એસ ઓજીની ટીમ દ્વારા વોચ ગોઠવી હતી દરમિયાન આ એક શખ્સ નંબર પ્લેટ વિનાના બાઈક સાથે આવી પહોચ્યો હતો તેની સાથે અન્ય એક શખ્સ પણ હોવાથી પોલીસે અચાનક તેમના પર ધોસ બોલાવી હતી અને તેની અંગજડતી કરતા તેની પાસે રૂ 6.42 લાખની કિમતના 64.20 ગ્રામ મેફેદ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું જેથી બન્ને આરોપીને ઝડપી લઇ તેની પૂછપરછ કરતા એક શખ્સે પોતાનું નામ સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઈ બલોચ રહે ચન્દ્રપુર તાલુકા વાકાનેર તેમજ બીજા એક શખ્સનું નામ પૂછતાં રજાક આમદભાઈ ઘાંચી રહે માધાપર મોરબી વાળાને ઝડપી લીધા હતા. અને તેની પાસેથી ૬.42 લાખનું ડ્રગ્સ,બે મોબાઈલ, બાઈક તેમજ4460 રોકડ સહીત રૂ 7.19 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો

બન્ને શખ્સની પૂછપરછ કરતા મોરબીના જુનેદ હનીફ પરમાર નામના શખ્સનું નામ ખુલ્યું હતું,એસ ઓજીની ટીમે તમામ મુદામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ફરિયાદ નોધવાં તજવીજ હાથ ધરી છે

મોરબી શહેર અને આસપાસ વિસ્તારના ખૂણા ખાચકે નશાયુક્ત પદાર્થનું વેચાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. અને આવા ડ્રગ્સ માફિયા શાળા કોલેજના છાત્ર સોફ્ટ ટાર્ગેટ હોવાથી તેઓને નિશાન બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ડ્રગ્સ માફિયા રૂપિયા કમાવવાની લહાયમાં યુવા પેઢીને બરબાદ કરવાનું કારસ્તાન ચલાવી રહ્યા છે પોલીસ તો આવી બદી તરફ યુવાધન ન વડે તેમાટે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ વાલીઓએ પણ સાવધાન થવાની જરૂર છે અને સંતાનની ગતિ વિધિ અને તેના ખર્ચ પર નજર રાખવાની જરૂર છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW