મોરબી પંથકમાં ત્રણ ઇંચ જેવો વરસાદ થયા બાદ આ વરસાદ રહી ગયાના 24 કલાક બાદ પણ શનાળા ગામે ખેતરોમાં ભરાયેલા પાણી ઓસર્યા નથી. કારણ કે આ પાણીનો જે નિકાલના રસ્તા હતા. તે બંધ કરી દેવાયા છે. એના કારણે ખેતરોમાં સરોવરની માફક પાણી ભરાયા છે. ખેતર આખા ડૂબમાં ગયા છે. તેથી ખેડૂતોએ જે વાવણી કરી હતી તે નિષ્ફળ જવાની ભીતી સેવાય રહી છે.
શનાળા ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ શનાળા ગામના 150 ખેડૂતોની અંદાજે 3 હજાર વિધા જમીન અત્યારે વરસાદી પાણી ભરાયા હોવાથી ડૂબી ગઈ છે. આ ખેતરોમાં તલાવડાની માફક પાણી ભરાયા છે. આ ખેતરોમાં પાણી ભરાયા એનું મોટું કારણ એ છે કે જ્યાંથી આ વરસાદી પાણીનો નિકાલ થતો હતો એ તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. શનાળા ગામના વરસાદી પાણીનો જ્યાં નિકાલ હતો એ જૂનો રોડ ઉપર નવી કોર્ટ અને મેડિકલ કોલજ બનાવવાનું કામ ચાલુ છે. એટલે એ રોડ ઉપર ભરતી ભરી દેવામાં આવી છે. તેથી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે. જ્યારે નવો રસ્તો બનાવવામાં આવ્યો હોય એ રસ્તા ઉપર પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરી નથી. જુના રોડ ઉપર પુલીયું હોવાથી ખેતરોમાં બધા પાણી સડસડાટ નીકળી જતા. પણ એ રોડ ઉપર ભરતી ભરી દેતા ખેતરોમાં પાણી ભરાયા છે. રીતસર તળાવની માફક ખેતરોમાં પાણી ભરેલા હોય કરેલી વાવણી પણ ડૂબમાં ગઈ છે. 4-4 ફૂટ ખેતરો ના રસ્તામાં પાણી ભરેલા હોવાથી ખેડૂતો આફતમાં મુકાય ગયા છે. હજુ ચોમાસું શરૂ થયું હોય અત્યારે આવી પરિસ્થિતિ હોય તો આ વખતે ખરીફ પાક કેવી રીતે લઈ શકશે તે બાબતે ખેડૂતો મોટી મુંઝવણમાં છે. ખેતરોમાં હાલ તળાવ જેવું પાણી ભરેલું હોય બતક તરતી હોય અને વાવણીમાં પાકનો છોડ હજુ ફૂટ્યો હોય ત્યાંજ આવી સ્થિતિ થતા પાક નિષ્ફળ જવાથી ખેડૂતો ચિંતિત થઈ ગયા છે.

યોગ્ય પાણીનો નિકાલ કરો : ખેડૂતો
શનાળા ગામના ખેડૂતો પાણી ભરાવવાથી ખૂબ જ રોષે ભરાયા છે. બધા ખેડૂતો એકઠા થઈને નવા બાંધકામ થઈ રહ્યું હોય ત્યાં પાણીનો નિકાલનો રસ્તો આપવાની માંગ કરી છે અને ખેડૂતો આ મામલે તંત્રને રજુઆત કરનાર હોવાનું જણાવ્યું છે.
પાક નિષફળ જવાની મોટી ચિંતા છે.
ખેડૂતો પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, ખેતરોમાં અત્યારે પાણી સાથે ઢીંચણ સમાણાં ગારા કીચડ ભરાય ગયા છે. વાવેલું બિયારણ, ખાતર માત્ર ક્વોટા ફૂટેલા છોડવાઓ પાણીમાં ડૂબી ગયા છે. આ પાણી 15 દિવસ પહેલા સુકાઈ એમ નથી ત્યાં બીજો વરસાદ પડે તો પાછા પાણી ભરાય તો પાક નિષફળ જશે. આવીને આવી પરિસ્થિતિ રહી તો આ ચોમાસામાં પાક નહિ લઈ શકીએ.