Thursday, November 30, 2023
HomeGujaratમોરબીના જેટકોના ઇજનેરો પડતર પ્રશ્નોને લઈ માસ સીલ પર ઉતર્યા

મોરબીના જેટકોના ઇજનેરો પડતર પ્રશ્નોને લઈ માસ સીલ પર ઉતર્યા

Advertisement
Advertisement

રાજ્યભરમાં વીજ અધિકારીઓની જીયુવીએનએલ સાથે મંત્રણા ભાંગી પડતા આજથી રાજ્યની સાથે મોરબીના વીજ અધિકારી – કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી આંદોલનના મંડાણ કર્યા છે અને સાથેસાથે આવતીકાલે બુધવારથી અચોક્કસ મુદતની હડતાલ પાડવાનું એલાન આપવામાં આવ્યું છે.ગાંધીનગર ખાતે પડતર પ્રશ્નો મુદે જીબીઆ અને જીયુવીએનએલ મેનેજમેન્ટ વચ્ચે મિટિંગ યોજાઈ હતી. જેમાં સ્ટાફ સેટ અપ, હોટલાઈન એલાઉન્સ, બિન કાયદેસર ઓર્ડર રદ કરવા, પર્ફોમન્સ બેઝડ ઇન્સેટિવ સ્કીમ સહિતના મુદ્દે ચર્ચા કરાઈ હતી. મેનેજમેન્ટ તરફથી એક પણ મુદ્દે પરિણામલક્ષી હકારાત્મક વલણ અપનાવવામાં આવેલ નથી. તેથી આજથી રાજ્ય સહિત મોરબીના વીજ અધિકારીઓએ આંદોલન શરૂ કર્યું છે. જેમાં વીજ અધિકારીઓએ આજે માસ સીએલ ઉપર ઉતરી વીજ કચેરી ખાતે સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ભારે દેખાવો કર્યા હતા અને તા.28થી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવશે. આ આંદોલનમાં જીયુવીએનએલ સંલગ્ન કંપનીના 40 હજાર કર્મચારીઓ જોડાશે. વધુમાં કોઈ પણ કર્મચારી અને અધિકારી પર જો કોઈ પગલા લેવામાં આવો તો ના છૂટકે લાઈટનીંગ સ્ટ્રાઇક કરવાની ફરજ પડશે. તેવી પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW