HomeGujaratસુરતની સગીરાનું અપહરણ કરનાર શખ્સને મોરબી પોલીસે ઝડપી લીધો

સુરતની સગીરાનું અપહરણ કરનાર શખ્સને મોરબી પોલીસે ઝડપી લીધો

સુરતના ચોર્યાસી ગામ નજીક આવેલ એલ એન્ડ ટી કંપનીમાં વેલ્ડર તરીક કામ કરતા એક શ્રમિક પરિવારની સગીર વયની દીકરીનું અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયો હતો આં અંગે સગીરાના પિતા એ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ દરમિયાન આરોપી મોરબીમાં આવ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે બસ સ્ટેશનમાં જ વોચ ગોઠવી હતી.જ્યાં આ શંકાસ્પદ શખ્સ સગીરા સાથે મળી આવતા પોલીસે તેની પૂછ પરછ કરી હતી જેમાં આરોપીનું નામ સાકેત ઈમ્તિયાઝ શેખ મૂળ મધ્ય પ્રદેશનો વતની હોવાનું અને સગીરાને મોરબી ભગાડીને લાવ્યો હોવાનું જણાવ્યું હતું જે બાદ મોરબી એ ડીવીઝન પોલીસે બન્ને પૂછપરછ માટે પોલીસ મથક લાવી હતી અને આ અંગે જાણકારી સુરત પોલીસને કરતા મોરબી સુરત પોલીસે શખ્સનો કબજો મેળવ્યો હતો અને વધુ તપાસ અર્થે સુરત લઇ ગયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW