બીપરજોય વાવઝોડાના કારણે રાજ્યમાં છેલ્લા 2 દિવસ ભારે પવન સાથે વરસાદ ફુકાયો હતો જેના કારણે અનેક સ્થળે વૃક્ષ અને વીજ પોલ ધરાશાયી થયા હતા જેના કારણે વાહન વ્યવહાર ખોરંભે ચઢી હતી, જીલ્લામાં રસ્તા પર તૂટેલ વૃક્ષ દુર કરી વાહન વ્યવહાર ફરી રાબેતા મુજબ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ ટીમ બનાવી હતી અને વૃક્ષ દુર કરવાની કામગીરી આદરી હતી ત્યારે

મોરબી માર્ગ મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઈજનેર હિતેશભાઈ આદ્રોજા અમને તેમની ટીમ દ્વારા ઝડપથી કામગી રી પૂર્ણ કરી શકે તે માટે અલગ અલગ સ્થળે જેસીબી, ટ્રક, ટ્રેક્ટર સહિતના 70થી વધુ વાહનો તેનાત કર્યા હતા.

જે પણ સ્થળેથી વૃક્ષ તૂટી પડવાની ફરિયાદ સામે આવે કે તુરત ટીમ સ્થળ પર પહોચી વૃક્ષ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી માર્ગ મકાન વિભાગ ની ટીમે મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ રોડ, ટંકારા ધ્રોલ હાઈવે પર આવેલ સાવડી ગામ નજીક, મોરબી રાજકોટ રોડ, હળવદ ટીકર રોડ,મીતાણા નેકનામ રોડ,નવલખી બગથળા રોડ,દહીસરા વવાણીયા રોડ, ભાવપર ભેલા રોડ, મોરબી પીપળી, મોરબી જીલ્લામાં 24 કલાક દરમિયાન 292 જેટલા વૃક્ષ તૂટી પાડવાની ઘટના સામે આવી હતી જે તમામ વૃક્ષ દુર કર્યા હતા.
આ પૂર્વે માર્ગ મકાન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં લાગેલા જોખમી હોર્ડિંગ પણ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. અને મોટી દુર્ઘટના થતી અટકાવી હતી


