બીપરજોય વાવાઝોડાની અસરના કારણે સમગ્ર ગુજરાતના દરિયા કિનારાના જિલ્લાઓ ઉપરાંત ઉતર ગુજરાતના જીલ્લામાં પણ તેના છેલ્લા કેટલાક દિવસોથી ભારે પવનફુકાયો હતો તો કચ્છના દરિયા કિનારે વાવાઝોડું ટકરાયા બાદ તેની સમગ્ર સૌરાષ્ટ્રમાં અસર થઇ હતી મોરબી જીલ્લામાં પણ બુધવાર ગુરુવાર અને શુક્રવાર એમ ત્રણ દિવસ સુધી તેની અસર જોવા મળી હતી તેમાં પણ શુક્રવારે આંખો દિવસ તેજ પવન સાથે અઢી ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જેના કારણે મોટા પાયે ખાના ખરાબી સર્જાઈ હતી.
શનિવારે જીલ્લામાં વાવાઝોડાની અસર સાવ નહિવત થઇ જતા જન જીવન ફરી થાડે પડવા લાગ્યું છે ત્યારે મોરબી નગર પાલિકા વિસ્તારમાં પણ બે દિવસ સુધી થયેલા પવનન કારણે વૃક્ષ તૂટી પડવા, સફાઈ અને ડ્રેનેજ સહિતના પ્રશ્નો સામે આવ્યા હતા ત્યારે આ પ્રશ્નોના નિકાલની કામગીરી કેટલી થઇ તે અંગે સમીક્ષા માટે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ચીફ ઓફિસર તેમજ પાલિકાના કર્મચારી સાથે બેઠક યોજી હતી અને તેમના દ્વારા હાલ પાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી તે સંતોષકારક રહી હોવાનું જણાવ્યું હતું તેમજ આગામી દિવસમાં શહેરના સફાઈ ડ્રેનેજ અને પીવાના પાણી સહિતના જે પ્રશ્ન હોય તેનો તાકીદે ઉકેલ લાવવા જણાવ્યુ હતું
આ ઉપરાંત શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે તમામ કામગીરી કરવા અને જે વિસ્તારમાં પાણી ભરાય તેવી શક્યતા હોય તેવી જગ્યાએ વહેલી તકે પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવા પાલિકાના કર્મચારીઓને તાકીદ કરી હતી
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં પણ વરસાદી પાણીના નિકાલ બાબતે પાલિકા કર્મચારીઓને ઝડપી ઉકેલ લાવવા જણાવ્યું હતું તો તેની સાથે-સાથે આગામી દિવસોમાં લાતી પ્લોટ વિસ્તારમાં વહેલી તકે ભૂગર્ભ ગટરની નવી પાઈપ લાઈન કામગીરી કરવા અને પાણીનાં નિકાલ માટે પંચાસર રોડ સુધી પાઈપ પાથરવાની વાત કરી હતી આ કામગીરી પૂર્ણ થયા બાદ સીસીરોડ કામ કરવામાં આવશે તેવી પણ સ્થાનિક વેપારીઓ અને ઉધોગકાર આગેવાનોને ખાતરી આપી હતી

