HomeGujaratમોરબીમા સેનેટરીવર્સ ફેકટરીના શેડ ઉડ્યા, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

મોરબીમા સેનેટરીવર્સ ફેકટરીના શેડ ઉડ્યા, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

બિપરજોય વાવાઝોડાના કારણે મોરબી સહીત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે મોરબી જીલ્લામાં ગુરુવારે રાતથી ચાલુ થયેલા પવન સાથેના વરસાદને કારણે અનેક સ્થળે વૃક્ષ અને વીજપોલ તુટી પડવાની ઘટના બની હતી તો તેની સાથે ક્યાક ફેકટરીમાં સેડ ના પતરા ઉડવાની ઘટના બની હતી.

મોરબીમાં આવેલા સોલીટર સેનેટરીવેર્સ નામની ફેકટરીમાં ભારે પવન અને વરસાદના કારણે માટી ખાતાનો પતરનો આખો સેડ પતાના મહેલની જેમ ધડાકા સાથે તૂટી પડ્યો હતો અગમચેતી ના ભાગરૃપે ફેકટરી બંધ હોય અને મજૂર ક્વાર્ટરમાં રહેતા હોવાથી કોઈ મોટી જાનહાનિ થઇ ન હતી. સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ગણતરીની સેકન્ડમાં આખો શેડ ધરાશાયી થયો તે ઘટના દેખાઈ હતી. ઘટના વખતે કોઈ હાજર ન હોવાથી જાન હાની થઈ ન હતી પરંતુ જો ત્યાં કોઈ હાજર હોત તો તેમને બચવાનો પણ મોકો મળી શક્યો ન હતો અને કિંમતી માનવ જીવન હોમાયું હોત

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW