મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં અલગ અલગ આઉટ ડોર એજન્સી તેમજ અન્ય કોઈ પણ પ્રકારની મંજૂરી વીના શહેરમાં મોટા પાયે હોર્ડીગ ખડકાઈ ગયા છે. જેના કારણે મોરબી શહેર અને જિલ્લાના વિસ્તાર જાણે હોર્ડીગના જંગલમાં રહેતા હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી હાલ ગુજરાતના દરિયાકાંઠે સર્જાયેલ વાવાઝોડા ને પગલે ભારે પવન ફુંકાઈ શકે તેવી સંભાવના છે અને તેની સાથે ભારે વરસાદ થઈ શકે છે આવી સ્થિતિમાં કોઈ જોખમી હોર્ડિંગ તૂટીને રસ્તા પર કે કોઈના ઘર પર પડે તો કોઈનો જીવ જઈ શકે છે અથવા મિલકતને પણ નુકશાન થઈ શકે છે .

આ અંગે મોરબી શહેર અને આસપાસ વિસ્તારમાં લાગેલા હોર્ડિંગ કોઈનો જીવ લે તે પૂર્વે ઇન્ડિયા એક્ઝેટ ન્યુઝ દ્વારા મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં તેમજ હળવદ પંથકમાં લાગેલા હોર્ડિંગને લઈ અહેવાલ પ્રસારિત કરી આ હોર્ડિંગ દુર કરવા તંત્રનું ધ્યાન દોર્યું હતું જે બાદ જ રોજ મામલતદાર ગ્રામ્યની સૂચના થી રોડ એન્ડ મકાન વિભાગ ની ટીમ તેમજ અને તાલુકાપંચાયત ના સહયોગ રેવન્યુ ફિલ્ડ સ્ટાફ ના સર્કલ ઓફિસર બારીયા તથા રેવન્યુ તલાટી મંત્રી કૌશિકભાઈ ગામી ,જયકિશન લિખિયા , અંકિત કરાવડિયા ,સંદીપ કોરિંગા,બિપીન પેથાપરા દ્વારા મહેન્દ્ર નગર થી ઘૂટુ ગામ સુધી ના રોડ પર ના તમામ બેનરો jcb ની મદદ થી દુર કરેલ છે

બીજી તરફ મોરબી નગરપાલિકા ની ટીમ દ્વારા પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં લાગેલા હોર્ડિંગ પર બુલડોઝર ફેરવી દીધા હતા આવી સ્થિતિમાં મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આખા જીલ્લામાં અભિયાન ચલાવી શહેર,નેશનલ હાઇવે અને સ્ટેટ હાઈવે તમાંમ સ્થળ પર લાગેલ આં હોર્ડિંગ પર બુલ ડોઝર ફેરવી દેવાયા હતા

