અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડાના પગલે હવામાન વિભાગ દ્વારા વહીવટી તંત્રને તેમજ રાજ્યના અલગ અલગ પોર્ટમાં ચેતવણી સંદેશ આપી રહ્યું છે અને આ ચેતવણી સંદેશના ભાગરૂપે વિવિધ દરિયાકાંઠા માછીમારો તેમજ જહાજ માટે ચેતવણી સંદેશ સિગ્નલ દ્વારા મુકવામાં આવતા હોય છે આપણે જોઈએ છીએ કે અવાર નવાર છાપાઓ અને ચેનલમાં આ બંદર પર આ નંબરનું સિગ્નલ લાગ્યું તેવા સમાચાર આવતા રહે છે ત્યારે આજે પણ આ સિગ્નલ શું છે ક્યાં સિગ્નલ શું દર્શાવે છે અને તેની દરિયાકાઠે સુ અસર થશે તે વિશે જાણીએ

સિગ્નલ 1
દરિયામાં જયારે તોફાની પવન ફૂકાવવાની શરુઆત થાય અને દરિયામાં વાવાઝોડાના ઉદ્ભવ થવાની સંભાવના સમયે આ સિગ્નલ લગાવાય છે અને જ્યાં વાવાઝોડું સર્જાયું છે ત્યાં પવનની ઝડપ 60 કિમી પ્રતિ કલાકની ઝડપ રહેશે આ સિગ્નલનો અર્થ કોઈ જોખમ નથી માત્ર સામાન્ય રીતે દરિયા કાઠે 5 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાય રહ્યો છે તેવાં સંદેશો આપે છે

સિગ્નલ 2
દરિયામાં જયારે વાવાઝોડું સક્રિય થાય અને પવનની ઝડપ ની ઝડપે વધે દરિયાના જે સ્થળે પવનની ગતિ 60 થી 90કિમીની ઝડપ હોયત્યારે 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે. તો પોર્ટ અને આસપાસ વીસ્તારમાં પવનની ગતિ 6થી 12 કિમી પ્રતિ કલાક રહે છે ધજા પર તેની અસર દેખાઈ છે આ સિગ્નલ દરિયામાં જતા વહાણો માટે મહત્વના છે

સિગ્નલ 3
દુર દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને તે બંદર ને અસર કરી શકે છે વાવાઝોડાની ઝડપ 60થી 90 કીમી છે તો દરિયા કિનારે સતત 13 થી 20 કિમી ની ઝડપે પવન ફુકાય છે

સિગ્નલ 4
દરિયામાં સર્જાયેલ વાવઝોડું પોર્ટને અસર કરી શકે છે આ સિગ્નલ પોર્ટ પર લાંગરેલા વહાણો માટે ભયજનક સ્થિતિ છે સિગ્નલ ૩ અને 4 સૂચિત કરે છે કે ખરાબ હવામાનના કારણે પોર્ટની સ્થિતિ ભયજનક છે દરિયાકાંઠે 21થી 29 કિમી પ્રતિ કલાકે પવન ફુકાય છે જેના કારણે કાગળ અને રૂ જેવી હળવી વસ્તુ હવામાં ઉડવા લગે છે

સિગ્નલ 5
ભયનો સંકેત વાવાઝોડાના કારણે પોર્ટનું હવામાન ખરાબ થઇ ગયું છે વાવાઝોડું પોર્ટની ડાબી બાજુથી પસાર થઇ શકે છે.પવનની દિશા 30થી 39 કિમી પ્રતિ કલાકની ઝડપથી પસાર થઇ શકે છે અને તટ પર નાના વૃક્ષને તેની અસર થાય

સિગ્નલ 6
ભયનો સંકેત વાવાઝોડાના કારણે પોર્ટનું હવામાન ખરાબ થઇ ગયું છે વાવાઝોડું પોર્ટની ડાબી બાજુથી પસાર થઇ શકે છે.પવનની દિશા તટ પર 40 થી 49 કિમી પ્રતિ કલાકની ઝડપ રહે છે જેના કારણે મોટા વૃક્ષને પણ અસર થાય છે

સિગ્નલ 7
ભયનો સંકેત છે અને તેનો અર્થ ચક્રવાત પોર્ટની નજીક અથવા પોર્ટ પરથી પસાર થશે પવનની ગતિ 60 કિમી પ્રતિ કલાકની વધુની રહેશે હાલ દરિયા કીનારે ચાલવામાં મુશ્કેલી થાય તેવો પવન ફૂકાય ધૂળની ડમરી ઉડે

સિગ્નલ 8
ખુબ મોટું જોખમ સૂચિત કરે છે વાવાઝોડું ભયંકર અથવા અતિ ભયંકર છે તે પોર્ટની જમણી બાજુથી પસાર થશે હવાની ગતિ 90થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાશે

સિગ્નલ 9
ખુબ મોટું જોખમ સૂચિત કરે છે વાવાઝોડું ભયંકર અથવા અતિ ભયંકર છે તે પોર્ટની ડાબી બાજુથી પસાર થશે હવાની ગતિ 90થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાશે

સિગ્નલ 10
ખુબ મોટું જોખમ સૂચિત કરે છે વાવાઝોડું ભયંકર અથવા અતિ ભયંકર છે. વાવાઝોડું પોર્ટ પરથી અથવા તેની પાસેથી પસાર થશે હવાની ગતિ 200 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂકાશે. આ સુપર સાયક્લોનિક ચેતવણી છે.

સિગ્નલ 11
વાવાઝોડાની તીવ્રતા એટલી વધુ છે કે તમામ પ્રકારની કોમ્યુનિકેશન સીસ્ટમ પડી ભાંગી છે આ પોર્ટની પણ તમામ વ્યવસ્થા પડી ભાંગી છે અને પોર્ટ ખતરામાં છે

