મોરબી શહેરમાં 2012માં ઇન્કમ ટેક્સ ઓફિસમાં ટેકસ આસી. તરીકે ફરજ બજાવતા મહેશકુમાર રઘુવીરસિંહ મીણા નામના કર્મચારી એ નિલેસ ભાઈ સરસાવડીયા ના પત્ની પ્રજ્ઞાબેન દ્વારા ભરવામાં આવેલ ઇન્કમ ટેક્સ રીટર્નના રીફંડ મેળવવના થતા 45 480 જેટલી રકમનું ટીડીએસ રીફંડ આપવા શરૂમાં મળતી રકમના 5 ટકા કમીશન આપવાની માંગણી કરી હતી વાતચીત બાદ રૂ 2000 આપવાનું નક્કી થયુ હતું અને જે તે સમયે તેની પાસે માત્ર 500 રોકડા હોય જે આપ્યા હતા. જયારે બાકીની રકમ બાદમાં ઇન્કમ ટેક્સ ઓફીસ આપવાનું નક્કી થયા બાદ ફરીયાદી દ્વારા જે તે સમયે એસીબીને જાણ કરતા એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને મહેશ કુમાર મીણાને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી તપાસ પૂર્ણ થતા પોલીસે કોર્ટમાં ચાર્જ સીટ રજુ કરતા કેસ મોરબી સેસન્સ કોર્ટમાં ટ્રાન્સફર થઇ ગયો હતો 2012માં થયેલા આ લાંચ કેસમાં આજે સેકન્ડ એડીશનલ સેસન્સ કોર્ટમાં આજે જજ વિ.એ બુદ્ધ દ્વારા ચુકાદો જાહેર કર્યો હતો અને લાંચ માગનાર અધિકારી મહેશ કુમાર મીણાને 4 વર્ષની કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો
કોર્ટમાં સરકાર તરફથી સરકારી વકીલ સંજયભાઈ સી દવે ફરિયાદી તરફથી ધારદાર દલીલ કરી હતી અને આરોપી દ્વારા પોતાના હોદા નો દુરપયોગ કરી ગેર પ્રવુતિ કરવા બદલ કડક સજાની માંગણી કરી હતી આ ઉપરાંત કેસ ને સાબિતી માટે 8 મૌખિક પુરવા અને 18 દસ્તાવેજી પુરાવા ધારદાર દલીલ કરવામાં આવી હતી આ પુરાવા અને સાક્ષીઓના નિવેદન આધારે કોર્ટે સજા સંભળાવી હતી

