HomeGujaratહળવદના ટીકરમાં રીપેરીંગ માટે ગયેલ બે વીજ કર્મી પર હુમલો,અપહરણ કરી માર...

હળવદના ટીકરમાં રીપેરીંગ માટે ગયેલ બે વીજ કર્મી પર હુમલો,અપહરણ કરી માર મારવાનો આક્ષેપ

મોરબી તાલુકાના હળવદ ગામના ટીકર ગામમાં થયેલા વીજ ફોલ્ટ આવતા પીજીવીસીએલમાં કર્મી રીપેર કરવા ગયા હતા. ગામમાં પાણી પીવા એક ઘરે ગયા હતા અને ત્યાં ધર્મેન્દ્રભાઈ નામની વ્યક્તિ ત્યાં આવી પહોચ્યો હતોં ને લાઈન કેમ બંધ કરી તેમ કહી તેમની સાથે મારામારી કરી હતી બાદમાં તેમને એક વાહનમાં બેસાડી નવા ઘાટીલા ગમે લઇ ગયા હતા અને જ્યાં બીજા એક કર્મચારી ટીસી બદલવાની કામગીરી કરતા હતા ત્યાં પહોચ્યા હતા અને ત્યાં તેમની સાથે મારામારી કરવા લાગ્યા હતા ત્યાંથી બન્ને કર્મીઓને માર મારી તેમની ગાડીમાં બેસાડી ટીકર ચોકડી લઇ ગયા હતા અને તમારી લાઈટ અમારે જોતી નથી તમારી લાઈનો કાપી નાખો તેમ કહી તમારી ઓફિસે આવીને પણ મારીશું તેવી ધમકી આપી હતી અને જે વાહનસાથે આવ્યા હતા તે લઇ રવાના થયા હતા

ઘટના બાદ બન્ને વીજ કર્મીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા પીજીવીસીએલના અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા કર્મચારીની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી તેમજ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW