HomeGujaratમોરબી:કુરીયર કંપનીનો મેનેજર લગ્નની રજા પર ઉતર્યોને તસ્કરો ઓફિસમાંથી રૂ,5.10 લાખનો હાથ...

મોરબી:કુરીયર કંપનીનો મેનેજર લગ્નની રજા પર ઉતર્યોને તસ્કરો ઓફિસમાંથી રૂ,5.10 લાખનો હાથ ફેરો કરી ગયા

મોરબી શહેરના ટ્રાફિકથી ધમધમતા રામ ચોક વિસ્તારમાં આવેલ એક કુરિયર કંપનીની ઓફિસમાં ચોરીની ઘટના બની હતી જેમાં ચોર ઓફિસના ડ્રોવરમાં રાખેલ રૂપિયા પાંચ લાખ દસ હજાર રોકડા અને સીસીટીવીનું ડીવિઆર ચોરી કરી લઈ ગયો હતો બનાવો અંગે કુરિયર કંપનીના મેનેજર દ્વારા એ ડિવિઝન પોલીસમાં તકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.આ કુરિયર ઓફિસનું તાળું તોડવાના બદલે ચાવીથી ઓફિસ ખોલવામાં આવી હોય તેમજ સીસીટીવી કેમેરાનું ડીવી આર પણ ચોરી થયેલ  હોય જેથી ચોરી કરનાર કોઈ જાણભેદુ હોય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.

મોરબીના રામ ચોકમાં આવેલી બ્લુડાર્ટ નામની કુરિયર કંપનીના મેનેજર મયુર ભીખાભાઈ સોલંકીએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જે મુજબ આજ રોજ તેઓ તેમની ઓફીસમાં સવારે આવ્યા ત્યારે તેમની ઓફીસમાં તાળું લાગેલ ન હોય અને અંદરથી ખુલ્લી હોય તેમજ ઓફિસમાં હાજર ન હોય જેથી અંદર તપાસ કરતા ઓફિસમાં ચોરી થઇ હતી જેમાં ઓફિસમાં રાખેલ રૂ 5.10 લાખ રોકડ અને સીસીટીવી કેમેરા ચોરી થયા હતા જેથી તપોલીસ મથકમાં ફરિયદ નોધાવી હતી

પોલીસ મથકમાં નોધાયેલ ફરિયાદ મુજબ ગત ગત 6 મે ના રોજ તેના લગ્ન હોવાથી રજા પર હતા તે દરમિયાન તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારી સુભાષભાઈ વાસુર ભાઈ ડાંગર અને તેનો ભત્રીજો ક્રિતેજ ઓફિસ સંભાળતા હતા દરમિયાન ગત તા.28 ના રોજ બપોર સુધી સુભાષભાઈ ઓફિસે હાજર હતા બાદમાં તેઓ જતાં રહ્યા હતા અને સાંજના સમયે તેમનો ભાણેજ રાત્રે ઓફિસ બંધ કરી નીકળી ગયો હતો ઓફિસ બંધ કરી ત્યારે ત્રણ દિવસની કલેક્શનની રું 5.10લાખ જેટલી રકમ રાખવામા આવી હતી.  બીજા દિવસે  મયુરભાઈ રજા પરથી પરત ફર્યા ત્યારે ઓફિસમાં રોકડ રકમ તેમજ સીસીટીવી કેમેરા અને ડવીઆર  ચોરી થઈ હોવાનું જાણ થતાં તેઓએ આ અંગે ઉપરી ઓફીસરની જાણ કરી હતી અનેતેમની સુચના આધારે તેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW