મોરબી શહેરમાંથી એકઠા થતા કચરામાંથી ખાતર બનાવવાનો પ્લાન્ટ મોરબી નગર પાલિકા દ્વારા જુના રફાળેશ્વર રોડ પર જાંબુડિયા ગામની સીમ વિસ્તારમાં બનાવ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી આ યુનિટ બંધ હાલતમાં હોય અગાઉ ખાતર પ્રોસેસિંગ યુનિટ પર પતરાના શેડ તેમ કચરામાંથી પ્રોસેસિંગ કરી તૈયાર કરેલ ખાતરને રાખવા કુંડીઓ બનાવેલ હતી જે બંધ હાલતમાં હોવાથી પાલિકાના કર્મચારી દ્વારા ડમ્પિંગ સાઈટનો એકઠો ભંગાર હાલ પંચાસર રોડ પર બંધ થયેલા નંદી ઘરમાં ટ્રાન્સફર કરવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયન જેસીબીના ચાલક રઈશભાઈ જેસીબી લઇ ભંગાર ભરવા ગયા હતા જોકે અહિથી મોટા પાયે લોખંડની વસ્તુ ગાયબ હોવાથી રઈશભાઈ પાલિકાના સીનીયર ક્લાર્કને આ અંગે જાણ કરતા સીનીયર ક્લાર્ક કનૈયાલાલ કાલરીયા અને પાલિકાના અન્ય સ્ટાફ ડમ્પિંગ સાઈટ પર પહોચ્યા હતા અને સાધનોની તપાસ કરતા ડમ્પિંગ સાઈટમાં રાખેલી 30 થી વધુ નાની મોટી ચેનલ,40 થી વધુ ભંગાર એન્ગલ અને નાના મોટા સાધનો મોટા પાયે ભંગારના સાધનોની ચોરી થઇ હતી. જેની ગણતરી કરતા અંદાજીત 52 હજારથી વધુના મુદામાલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું જેથી આ અંગે ડમ્પિંગ સાઈટમાં કામ કરતા બીજા કર્મચારીને પૂછતાં તેમના દ્વારા રવાપર ગ્રામ પંચાયતમાં ટ્રેક્ટર ચલાવતા ટ્રેક્ટર ચાલક મનુભાઈનું નામ ખુલ્યું હતું. મનુભાઈનું નામ સામે આવતા પાલિકાના સીનીયર ક્લાર્ક કનૈયા લાલે મોરબી તાલુકા પોલીસ મથકમાં મનુભાઈ વાસુનિયા નામના પર પ્રાંતીય શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી
ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોધી તેની શોધખોળ હાથ ધરી હતી અને લીલાપર રોડ પર આવેલ હરીઓમ વે બ્રીજ નજીક રહેતા મનુભાઈ મોટલા વાસુનીયા નામના શખ્સની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

