HomeGujaratમાળિયાના ભાવપરમાં કામ બાબતે ભત્રીજા વચ્ચે થયેલા ઝઘડામાં કાકાનું ઢીમ ઢળી ગયું

માળિયાના ભાવપરમાં કામ બાબતે ભત્રીજા વચ્ચે થયેલા ઝઘડામાં કાકાનું ઢીમ ઢળી ગયું

માળિયા તાલુકાના ભાવપર ગામમાં રહેતા ધીરુભાઈ નરશીભાઈ કારૂ નામના 40 વર્ષીય યુવાને છગનભાઇ બચુભાઈ કાળુ ,કેશાભાઈ બચુભાઈ કાળુ,ભરતભાઈ રામભાઈ, ભરતભાઈના પત્ની ગીતાબેન છગનભાઈના પત્ની વિરુદ્ધ માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે ધીરુભાઈ તેમજ તેમના ભત્રીજા મુકેશભાઈને સાત દિવસ પહેલા છગનભાઈ તેમજ ભરતભાઈ સાથે કામ બાબતે ઝઘડો થયો હતો. જેથી જે તે સમયે ધીરુભાઈએ આરોપીઓને ઝઘડો ન કરવા સમજાવેલ હતા જે બાબતે આરોપીઓએ મનદુખ રાખી ગત તા 13 ના રાત્રીના સમયે ધીરુભાઈના ઘરે ધોકા અને પાઈપ જેવા હથીયાર સાથે ધસી આવ્યા હતા અને તેમની સાથે ઝઘડો કર્યો હતો તેમજ ગાળા ગાળી કરી આ દરમિયાન આરોપીઓએ ફરીયાદી પર ધોકા પડે ધીરુભાઈ પર હુમલો કર્યો હતો આ દરમિયાન ધીરુભાઈના મોટા ભાઈ બટુકભાઈ તેમને બચાવવા વચ્ચે પડતા આરોપીએ બટુક ભાઈને પણ માથાના ભાગે ધોકો મારી દીધો હતો બનાવમાં બટુકભાઈ ત્યાં જ ઢળી પડ્યા હતા અને તેમનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો બીજી તરફ ફરીયાદી ધીરુભાઈનેમાથાના ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે 108ની ટીમ માળિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા

બનાવ અંગે ધીરુભાઈની ફરિયાદ આધારે માળિયા મિયાણા પોલીસે 2 મહિલા સહીત 5 આરોપી વિરુદ્ધ આઈપીસી ૩૦૨,૩૨૪,૩૨૩,૧૧૪,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW