કર્ણાટક રાજ્યના ચિત્તપુર વિધાનસભા બેઠકના બીજેપી ઉમેદવાર મણીકાંત રાઠોડના જાહેરસભામાં અને જાહેર ધમકીભર્યા નિવેદનથી અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પત્ની અને પરિવારને મારી નાંખવાની ધમકીઓ ઉચ્ચારેલી છે. તેઓ આ નિવેદનમાં પોતાની જાતને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કર્ણાટક રાજ્યના બીજેપીના અન્ય આગેવાન બસવરાજ બોમઈના ચહિતા અને બ્લ્યુ આઈ બોય તરીકે ઓળખાણ આપેલ છે.
આ ધમકીભર્યા ભાષણોથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, મલ્લિકાર્જન ખડગે કે જેઓ અનુસીચિત સમુદાય પરિવારમાંથી આવે છે, અને હાલમાં તેમની લોકપ્રિયતામાં અને લોકચાહના વધતાં જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારવામાં આવેલ છે. ત્યારે કર્ણાટક રાજ્ય, જે ભગવાન બસવન્નાની ભૂમિ, જે સહ અસ્તિત્વની પરંપરા ઉપર ગર્વ લેતી ભૂમિ છે ત્યાં નાતજાતના ભેદભાવ ઉભા કરીને ધાર્મિક લાગણીઓ ઉશ્કેરીને રાજકીય વિરોધીઓને ખૂન ખરાબા કરવાની ધમકીઓ આપીને અને આખા ભારત દેશમાં ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ ઉશ્કેરેલી છે.
આરોપીના મલ્લિકાર્જુન ખડગે સામેના સ્ટેટમેન્ટથી ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં, લોકોમાં, અશાંતિ ફેલાવી લોકોની ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ દુભાયેલી છે. કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ બગડી જશે. આથી આ અંગે તાત્કાલિક ફરિયાદ નોંધવી જરૂરી છે. અને આરોપી સામે સખ્ત કાર્યવાહી કરવાની જરૂર છે. આથી બીજેપીના મણીકાંત રાઠોડની સતત બેજવાબદારીભરી ધમકીઓને કારણે ગુજરાતમાં પણ આ ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ દુભાયેલી છે. આથી કર્ણાટક રાજ્યના ચિત્તપુર વિધાનસભા બેઠકના બીજેપી ઉમેદવાર મણીકાંત રાઠોડ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે