મંગળવારે અમદાવાદમાં સૌથી વધુ 42.9 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. જે ઉનાળાનો સૌથી ગરમ દિવસ હતો. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે આ વર્ષે ગરમીની શરૂઆત 13 દિવસ મોડી થઈ છે. ગત વર્ષે 27 એપ્રિલથી 1 મે સુધી તાપમાન સતત 44 ડિગ્રી કે તેથી વધુ રહ્યું હતું. હવામાન વિભાગના વરતારાને ટાંકી મ્યુનિસિપલ કોર્પોરેશને 10 મેને બુધવારે 43 ડિગ્રી, ગુરુવારે 44 ડિગ્રી, શુક્રવારે 44 ડિગ્રી, શનિવારે 43 ડિગ્રી અને રવિવારે ફરી 43 ડિગ્રી ગરમી પડવાની આગાહી કરી છે. મ્યુનિ.એ લોકોને જરૂર ન હોય ત્યાં સુધી ગરમીમાં બહાર નહીં નીકળવાની સલાહ આપી છે.

આ ઉપરાંત કોઈપણ વ્યક્તિને લૂના લક્ષણ દેખાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવા કહેવાયું છે. આગામી ચારથી પાંચ દિવસો દરમિયાન ગરમ-સૂકા પવનોની અસરથી અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.5 ડિગ્રી વધતાં સિઝનમાં પ્રથમવાર ગરમીનો પારો 42.9 ડિગ્રીએ પહોંચ્યો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 13 દિવસ મોડી ગરમી શરૂ થઇ છે. કારણ કે, ગત વર્ષે 25 એપ્રિલ બાદ શહેરમાં ગરમીનો પારો ઊંચકાયો હતો. તેમજ 27 એપ્રિલથી 1 મે સુધી અને ત્યારબાદ 8થી 14 મે દરમિયાન ગરમી 44 ડિગ્રી રહી હતી.
રાજ્યના બીજા શહેરની ગરમીની સ્થિતિ જોઈએ તો વડોદરામાં મહતમ તાપમાન 42 ડીગ્રી જયારે લઘૂતમ તાપમાન 25.6 નોધાયુ હતું આ ઉપરાંત ભુજમાં મહતમ તાપમાન 42.3 અને લઘુતમ 28.2 ડીગ્રી નોધાયું હતું તો ડીસામાં મહતમ તાપમાન 41.4 લઘુતમ 24.4 નોધાયું હતું આ ઉપરાંત ગાંધીનગરમાં પણ મહતમ 42,8 અને ન્યુનતમ તાપમાન 21.5 ડીગ્રી સેલ્સિયસ સુધી નોધાયું હતું રાજકોટશહેરનું મહતમ તાપમાન 42.6 અને ન્યુનતમ 27,2 ડીગ્રી નોધાયું હતું